સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ 25 જાન્યુઆરીથી મરાઠા અનામત મુદ્દે, સુનાવણી કરશે. જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની ખંડપીઠે, મરાઠા અનામત અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદા પરનો સ્ટે પાછો ખેંચવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ ભૂષણ સિવાય બેંચમાં જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, જસ્ટિસ એસ અબ્દુલ નઝીર, જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્ર સરકાર વતી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે,’ મરાઠા અનામત પર સ્ટે મુકવાનો નિર્ણય પાછો ખેંચવો જોઇએ જેથી મહારાષ્ટ્રમાં ભરતી પ્રક્રિયા શરૂ કરી શકાય.’ ત્યારબાદ કોર્ટે કહ્યું કે,’ અમે મહારાષ્ટ્ર સરકારને નિમણૂકો કરવા રોક્યા નથી. અમે મરાઠા અનામત અંતર્ગત નિમણૂંકો પર પ્રતિબંધ મૂક્યો છે.’ રોહતગીએ કહ્યું કે,’ બંધારણના બેંચનો ઉલ્લેખ કરતી બેંચ વચગાળાના આદેશને પસાર કરી શકતી નથી. બંધારણ ખંડપીઠે આખા મામલા પર ભાર મૂકવો જોઇએ.’
9 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ પર પ્રતિબંધ મુકતા આ મામલાને પાંચ ન્યાયાધીશોની બેંચને વિચારણા માટે મોકલ્યો હતો. 27 જૂન 2019 ના રોજ બોમ્બે હાઈકોર્ટે મરાઠા આરક્ષણની માન્યતાને સમર્થન આપ્યું હતું, પરંતુ તેમાં 16 ટકાનો ઘટાડો કર્યો હતો. બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારના 16 ટકા આરક્ષણને શિક્ષણ માટે, 12 ટકા અને નોકરી માટે 13 ટકા કરી હતી, જે ઉચિત જણાયુ ના હતુ.