નવી દિલ્હી: મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોને એક ઐતિહાસિક ભેટ આપી છે. ફડણવિસ સરકારે રાજ્યના ખેડૂતોની દોઢ લાખ સુધીની લોન માફ કરી છે. જેમાં 90 ટકા ખેડૂતોને લાભ મળશે. ખેડૂતોની લોન માફીની આ યોજનાને શિવાજી મહારાજ કૃષિ સમ્માન નામ આપવામાં આવ્યું છે.
જો કે આ યોજનામાં સરકારી કર્મચારીઓને લાભ મળશે નહીં. આ સાથે જ નીયમીત રીતે લોન ભરનાર ખેડૂતોને 25 ટકા રિટર્ન આપવામાં આવશે.
ફડણવીસ સરકારના આ નિર્ણયના કારણે રાજ્યના કોષ પર 34 હજાર કરોડનું ભારણ આવશે. મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યુ હતું કે, આ યોજનાનું ભારણ સરકાર પર આવશે. જેથી સરકાર પોતાના ખર્ચમાં કપાત મુકશે. આ સાથે જ દરેક ધારાસભ્ય અને મંત્રી પોતાની એક મહિનાની સેલરી આપશે. નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રના ખેડૂતોનું આંદોલન ચર્ચામાં છે.