ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સરહદી મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદનો માહોલ છે.
મહારાષ્ટ્રના પાલઘર, મુંબઈ, થાણે, પુણે, રત્નાગિરી અને રાયગઢ, નાસિક રત્નાગિરી, સતારા, અમરાવતી, વર્ધા અને નાગપુરમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી વચ્ચે
આજે સવારથી જ ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. મુંબઈ-થાણે અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
મુંબઈમાં કુર્લા, સાયન, ઘાટકોપર, સાંતાક્રુઝ, બોરીવલી, અંધેરી, બાંદ્રા દરેક જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈ, પુણે, નાગપુર, નાસિક સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છે.
રાયગઢ જિલ્લાના પોલાદપુરના અંબેનલી ઘાટ પર રાતથી સવાર સુધીમાં બે વાર ભેખડ ધસતા આ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને રાજ્યના 9 જિલ્લામાં મુશળધાર વરસાદ શરૂ થયો છે. જેમાં મુંબઈ, થાણે, પુણે, નાસિક, સતારા, રાયગઢ, રત્નાગીરી, કોલ્હાપુર અને પાલઘરનો સમાવેશ થાય છે.
દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસું સક્રિય થઈ ગયુ છે.
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં વરસાદની તીવ્રતા વધવા સાથે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે.