Microsoftના કો-ફાઉન્ડર બિલ-ગેટ્સ વિરુદ્ધ કંપનીએ તપાસ કરી હતી અને તેમના પર Microsoftની એક મહિલા કર્મચારી સાથે સંબંધો રાખવાનો આરોપ હતો. માઈક્રોસોફ્ટએ ગત વર્ષે જ નક્કી કરી લીધું હતું કે ગેટ્સનું હવે બોર્ડમાં રહેવું યોગ્ય યોગ્ય નથી. કારણ કે કંપનીની એક મહિલા કર્મચારી સાથે તેઓ રોમાન્ટિક રિલેશનશિપમાં હતા.
એક રીપોર્ટ મુજબ ૨૦૧૯માં બોર્ડે ગેટ્સ સામે તપાસ કરવા માટે એક લો ફર્મને કામગીરી સોંપી હતી. આ પહેલા ૨૦૧૯ માં Microsoftની એક એન્જીનીયરએ એક ચિઠ્ઠી લખી ખુલાસો કર્યો હતો કે તેના ગેટ્સ સાથે કેટલાંક વર્ષોથી સંબંધો રહ્યા છે. જોકે, આ મામલે બોર્ડની તપાસ પૂરી થાય તે પહેલા જ ગેટ્સએ રાજીનામું આપી દીધું હતું.
બિલ ગેટ્સના પ્રવક્તા તરફથી જણાવવામાં આવ્યું છે કે આ અફેયર ૨૦ વર્ષ પહેલાની વાત છે અને બંનેની સહમતીથી આ સંબંધનો અંત આવ્યો હતો. સાથે જ તેમણે દાવો કર્યો હતો કે ગેટ્સના બોર્ડ મેમ્બરનું પદ છોડવાને અને આ રિલેશનશિપ અને તપાસને કોઈ સંબંધ નથી. બિલ ગેટ્સે ગત વર્ષે માઈક્રોસોફ્ટ બોર્ડ માંથી રાજીનામું આપતા જણાવ્યું હતું કે હવે તેઓ લોકોની ભલાઈ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
એક મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે બિલ ગેટ્સ અનેક તકે પોતાની સાથે કામ કરી રહેલ મહિલાઓ પ્રત્યે વધુ ઉદાર થઇ જતા હતા. સાથે જ ગેટ્સે અનેક મહિલાઓને કામ ઉપરાંત મળવા માટે ઓફર આપી હતી.
તાજેતરમાં જ લગ્નના ૨૭ વર્ષ બાદ અરબપતિ કપલ બિલ ગેટ્સ અને મેલિંડા ગેટ્સ છૂટાછેડા લઈને અલગ થઇ ગયા હતા. બિલ ગેટ્સે ત્વીતર પર લખ્યું હતું કે હવે અમે એક સાથે આગળ નથી વધી શકતા. ઘણા વિચાર બાદ અમે સંબંધનો અંત કરવાનો નિર્ણય કર્યો છે. બંનેના લગ્ન વર્ષ ૧૯૯૪માં થયા હતા.