કોરોનાકાળમાં ઘણા લોકો બેકાર થયા છે તેમણે હવે આત્મનિર્ભર બનવાનો પ્રયત્ન કરવો જોઇએ. આજે અમે તમને ઓછા મૂડીરોકાણની સાથે વધારે કમાણી કરતા એક સરળ બિઝનેસ અંગે માહિતી આપીશુ. જેમાં તમે માત્ર 50હજાર રૂપિયા સુધીનું મૂડીરોકાણ કરીને દર મહિને 40હજાર રૂપિયા સુધીની આવક મેળવી શકો છો.
આ બિઝનેસ છે પ્રિન્ટેડ ટીશર્ટનો
આજકાલ બજારમાં તેની ઘણી માંગ છે. તે નાના પાયે ટી-શર્ટ પ્રિન્ટ કરવાનો બિઝનેસ છે. બર્થડે કોઇ ખાસ પ્રસંગે લોકો પોતાના મિત્રો અને સગાસંબંધીઓને સ્પેશિયલ ગિફ્ટ આપવા ઇચ્છે છે.એવામાં લોકોની માટે આ સૌથી સારી ગિફ્ટ છે. આ સાથે જ સ્કૂલ, કંપનીઓ અને અન્ય ઘણી સંસ્થાઓ પણ આવા પ્રકારની ટી-શર્ટ પ્રિન્ટ કરાવતી હોય છે. એવા બિઝનેસમાં વિકાસની ઘણી સંભાવનાઓ છે અને તેમાં મોટો નફો પણ કમાઇ શકાય છે.
કેટલા રૂપિયાથી શરૂ કરી શકાય બિઝનેસ
આ બિઝનેસને લગભગ 50થી 70 હજાર રૂપિયાના રોકાણથી શરૂ કરી શકાય છે. આટલા મૂડીરોકાણમાંથી તમે દર મહિને 30થી 40 હજાર રૂપિયા સુધીની કમાણી પણ કરી શકો છે. જો તમને કેટલાંક મોટા કોન્ટ્રાક્ટ કે ઓડર મળી જાય તો તમારો બિઝનેસ ધૂમ ચાલશે અને કમાણી હજારોમાંથી લાખો સુધી પહોંચી જશે. જો તમે સોશિયલ મીડિયા અને ઇ-કોમર્સ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ઓનલાઇન વેચાણ કરશો તો બિઝનેસ અને કમાણી બંને ઝડપથી વધશે.
નિષ્ણાંતું માનવુ છે કે, કાપડ માટેની એક સામાન્ય પ્રિન્ટિંગ મશીન 50 હજાર રૂપિયાની આવે છે, જેની સાથે કામગીરી શરૂ કરાય છે. તો એક સામાન્ય ક્વોલિટીની સફેદ ટી-શર્ટની કિંમત 120 રૂપિયા હોય છે. તેની પ્રિન્ટિંગ કોસ્ટ માત્ર 1થી 10 રૂપિયા સુધી બેસે છે અને એક ટીશર્ટને તમે 250થી 350 રૂપિયા સુધીમાં વેચી શકો છો. આમ ખર્ચ કરતા બમણા ભાવે તમે ટીશર્ટ વેચી શકો છો એટલે કે ડબલ પ્રોફિટ.