મુંબઇઃ ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર ભારતમાં લોન્ચિંગ માટે તૈયાર છે. સોશિયલ મીડિયા અને ઓનલાઇન ઇન્ટરનેર પર તેને ળઇને ઘણા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર્સની લોકપ્રિયતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે જેવી જ કંપનીએ તેનું બુકિંગ શરૂ કર્યુ તેવુ જ 24 કલાકની અંદર તેના 1 લાખ યુનિટનું બુકિંગ થઇ ગયુ છે. અમે તમને આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ખાસિયતો વિશે જણાવીશું…
આ ઇલેક્ટ્રિક સ્કૂટરને ગ્રાહકો ઓલા ઇલેક્ટ્રિકની સત્તાવાર વેબસાઇટ પર જઇને બુક કરાવી શકે છે. ગ્રાહકો માત્રની 499 રૂપિયાની ટોકન રકમ ચૂકવી આ ઓલા ઇલે. સ્કૂટરનું બુકિંગ કરાવી શકે છે, જે સંપૂર્ણપણે રિફંડેબલ છે.
ઓલા ઇલે. સ્કૂટર માટે ગ્રાહકોએ ઓલા આઉટલૂટ પર જવાની જરૂર નથી. ઉલટાનું કંપની સીધી તમારા ઘરે તેની ડિલિવરી કરશે.
આ ઇલે. સ્કૂટર ભારતીય બજારમાં કૂલ 10 કલર ઓપ્શનમાં આવશે, જ્યાં ગ્રાહકો તેને રેડ, બ્લૂ, યલો, પિંક, ગ્લોસ, સિલ્વર, બ્લેક, ગ્રે જેવા કલરમાં ખરીદી શકે છે. તેમાં ગ્રાહકોને મેન્ટ અને ગ્લોસ બંનેનો વિકલ્પ મળશે.
ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરનું બુકિંગ કરાવનાર ગ્રાહકોને ડિલિવરી દરમિયાન પહેલા પ્રાથમિકતા અપાશે.
રિપોર્ટ મુજબ આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 100થી 150 કિમી સુધીની રેન્જ મળી શકે છે. તે ઉપરાંત તેમાં રિમૂવેબલ લિથિયમ આયન બેર્ટરી આપવામાં આવશે.
આ ઇલે. સ્કૂટર તમિલનાડુંમાં ઓલા ઇલેક્ટ્રિક પ્લાન્ટમાં બની રહ્યુ છે. તે ઇન્ડસ્ટ્રીઝનું 4.0 સ્ટાન્ડર્ડનું પાલન કરે છે. આ પ્રોડક્શન પ્લાન્ટમાં દરેક વર્ષે 10 મિલિયન એટલે કે 1 કરોડ ઇલેક્ટ્રિક સ્કૂટરોનું મેન્યુફેક્ચરિંગ કરે છે. તેની ક્ષમતા ફેઝ-1માં 20 લાખ યુનિટ વાર્ષિક છે. આ પ્લાનટમાં 10 જનરલ એસેમ્બલી લાઇસન્સ છે, જેની મદદથી દર 2 સેકન્ડમાં 1 ઇલેક્ટ્રિક સેક્ટરનું ઉત્પાદન કરી શકાય છે. તે ઉપરાંત આ પ્રોડક્શન પ્લાન્ટમાં દૈનિક 25,000 બેટરીઝનું ઉત્પાદન કરી શકાય છે.