અમદાવાદ: રેડક્રોસ સોસાયટીના નવા ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગર ખાતે પોતાના નિવાસ્થાને પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમણે રસ્તામાં એક ઓટો રીક્ષા પલટી ખાધેલી જોઈ તરત જ તેમના કાફલાને ઉભો રાખ્યો અને સ્વયં રીક્ષા પાસે દોડી જઇ ઘાયલ મુસાફરોને બહાર કાઢ્યા અને ઈજાગ્રસ્ત લોકોને પોતાના કોન્વોયમાં બેસાડી ગાંધીનગર સિવીલ હોસ્પિટલ પહોંચાડ્યા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના સિક્યોરિટી PI ને જાતે જઈ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા આદેશ આપ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીની આ સંવેદનશીલ ઘટનાને નજરે જોનારના ચહેરા ઉપર અહોભાવની લાગણી જોવા મળી હતી. લોકો એવું કહેતા સાંભળવા મળ્યા હતા કે, મુખ્યમંત્રી ખરેખર કોમનમેન તરીકે કાર્ય કરી રહ્યા છે.