મુંબઇ : મુંબઇ એરપોર્ટ પર શુક્રવારે એક મોટી દુર્ઘટનાં થતા થતા ટળી ગઇ હતી. મળતી માહિતી અનુસાર જેટ એરવનેઝનું મુંબઇથી બેંકોક જઇ રહેલા વિમાનનો પાછળનો ભાગ મુંબઇ એરપોર્ટ પરથી ઉડ્યન સમયે રનવે સાથે ટકરાઇ ગયો હતો. ત્યાર બાદ ફ્લાઇટને એરપોર્ટ પર પરત ઉતારી લેવામાં આવી હતી. જો કે સદનસીબે 180 યાત્રી અને 8 ક્રુ મેમ્બર્સ સલામત છે.
જેટ એરવેઝનાં પ્રવક્તાએ જણાવ્યું કે પ્લેન નંબર 9W70નો પાછલો હિસ્સો જમીન સાથે આથડ્યો હોવાની આશંકા હતી. જેનાં પગલે વિમાનને પરત એરપોર્ટ પર ઉતરી જેવાનાં આદેશો અપાયા હતા. જેટ એરવેઝની એન્જિનિયર્સની ટીમ અને અન્ય કર્મચારીઓ વિમાનની તપાસ કરી રહ્યા છે. આ વર્ષે જેટ એરવેઝનાં વિમાનનો પાછલો હિસ્સો જમીન સાથે ટકરાયો હોવાની આ ત્રીજી ઘટના બની છે.
પ્લેન જમીન સાથે ટકરાવાની આ ઘટનાને ટ્રેલ સ્ટ્રાઇક તરીકે ઓળખવામાં આવે છે. જમીન સાથે આ ધર્ષણથી વિમાનને નુકસાન પણ પહોંચી શકે છે અને હવામાં મોટી દુર્ઘટનાં થવાની શક્યતાઓ રહેતી હોય છે. ટેલ સ્ટ્રાઇક ઉડ્યન ભરતા સમયે અને લેન્ડ કરતા સમયે બંન્ને સમયે થવાની શક્યતાઓ રહે છે. મોટે ભાગે ટેલ સ્ટ્રાઇક માટે પાયલોટને જ જવાબદાર ઠેરવવામાં આવે છે.