મુંબઈ : માં શનિવાર રાતથી વરસાદ સતત પડી રહ્યો છે.. જ્યારે ઠાણેમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પાણીથી લથબથ છે.. ત્યારે આગામી 48 કલાકમાં ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યુ છે.. જેને કારણે લોકલ ટ્રેનની રફ્તાર પર પણ અસર પડી રહી છે.. જ્યારે બીજી તરફ દરિયામાં પણ ઉંચી લહેરો આવવાની શરૂ થઈ ગઈ છે… ત્યારે બીએમસીએ હાઈ ટાઈડની ચેતવણી આપી છે.. આ દરમ્યાન પાંચ મીટર સુધી ઉંચી લહેરો ઉઠવાની સંભાવના છે… આ દરમ્યાન મરીન ડ્રાઈવ પર લોકો હાઈ ટાઈડ જોવા માટે એકત્ર થયા છે.. જોકે ,પ્રશાસને લોકોને દરિયાથી દૂર રહેવાની ચેતવણી આપી છે..