થોડા દિવસના અંતરે ફરી વાર મુંબઈમાં જોરદાર વરસાદ પડયો છે અને અનેક માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. લોકલ ટ્રેનો ધીમી પડી ગઈ છે. હવામાન ખાતાએ આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
હાર્બર લાઈન પર લોકલ ટ્રેનો 10-10 મિનિટ મોડી ચાલી રહી છે. સેન્ટ્રલ લાઈન પર પણ ગાડીઓ ધીમે ચાલી રહી છે. ઠેર-ઠેર પાણીના તળાવડાને કારણે ટ્રાફિકને અસર થઈ છે અને વાહન વ્યવહાર ખોરવાયો છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈ-વે જામ થઈ ગયો હતો. આજે વહેલી સવારે અને ગઈકાલે રાત્રે પણ મુંબઈના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડી ગયો હતો અને ફરી વાર મુંબઈમાં ચારે કોર પાણી પાણી દેખાવા લાગ્યું છે. આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે ત્યારે તંત્રવાહકોને સાબદાં રહેવાની સુચના અપાઈ છે. વિજળીના કડાકા-ભડાકા સાથે મુંબઈમાં વરસાદ શ થયો હતો અને સમયાંતરે હળવા-ભારે ઝાપટાં પડી રહ્યા છે.