રીયલ મેડ્રિડે લાલિગા ટાઇટલ પાંચ વર્ષ પછી પોતાના નામે કર્યું છે. રીયલ મેડ્રિડે ચેમ્પિયન્સ લીગ તો છેલ્લા પાંચ વર્ષ માં 2 વાર જીતી છે પરંતુ તે લા લીગા જીતવામાં અસફળ રહ્યું હતું. એ ફક્ત પોતાના વિરોધી ને આ ટાઇટલ જીતતા નિહાળતું હતું પરંતુ આ વખતે લીગ ની છેલ્લી મેચ માં મલાગા સામે 2-0 થી જીતીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. જો કે બીજી તરફ બાર્સેલોના એ પણ પોતાના ની મેચ 4-2 થી જીતી લીધી હતી પરંતુ તેની પોઇન્ટ ટેબલે પર કોઈ અસર થઇ ના હતી. છેલ્લી લીગ મેચ જીતવા માટે મેડ્રિડ ખુબજ ઉત્સાહિત હતું એની ઝલક મેચ ની બીજી જ મિનિટે જોવા મળી હતી. મેચ ની બીજી જ મિનિટે રોનાલ્ડો એ ગોલ કરીને પોતાની ટીમને 1-0 ની લીડ અપાવી હતી જયારે મેચ ની 56 મી મિનિટે બેન્ઝેમા એ બીજો ગોલ કરીને પોતાની ટિમ ની જીત નિશ્ચિત કરી હતી.
પોઇન્ટ ટેબલે માં પેહલા થી આગળ રહી હતી મેડ્રિડ, રીયલ મેડ્રિડે લીગ 93 પોઇન્ટ સાથે સૌથી ટોચે રહીને જીતી લીધી હતી. જયારે એમના સૌથી મોટા વિરોધી ગણાતા બાર્સેલોના ને 90 પોઇન્ટ સાથે સંતોષ માનવો પડ્યો હતો.
હવે મેડ્રિડ ની નજર 4 જૂને થનારા ચેમ્પિયન લીગ ની ફાઇનલ પર રહેશે. મેડ્રિડ હવે ચેમ્પિયન લીગ નો ટાઇટલ પણ પોતાના નામે કરવા બને તેમ કોશીશ કરશે.