ગળો ને કારણે જ વધુ સમય સુધી રહેતા તાવ ને ઠીક થવામાં ઘણો ફાયદો થાય છે. ગળોમાં તાવ સામે લડવાનાં ગુણ મળી આવે છે. ગળો આપણા શરીરમાં થનારી જીવલેણ બીમારીના લક્ષણને ઉત્પન થવાથી રોકવામાં ખૂબ ઉપયોગી હોય છે. તે આપણા શરીરમાં લોહીના પ્લેટલેટ્સ નું પ્રમાણ વધારે છે જે કે દરેક પ્રકારે તાવ સામે લડવામાં ખુબ ઉપયોગી સાબિત થયેલું છે. જો મેલેરિયાની સારવાર માટે ગળોનો રસ અને મધ ને સરખા ભાગે દર્દીને આપવામાં આવે તો ખૂબ સરળતાથી મેલેરિયાની સારવાર કરવામાં ખૂબ મદદ મળે છે.
પાચન ક્રિયા કરે છે વ્યવસ્થિત
ગળો ને કારણે જ શારીરિક પાચન ક્રિયા પણ સંયમિત રહે છે. જુદા જુદા પ્રકારની પેટની તકલીફો ને દુર કરવામાં ગળો જાણીતી છે. આપણા પાચન તંત્ર ને સુનિયમિત કરવા માટે જો એક ગ્રામ ગળોનો પાવડર ને થોડા એવા આંબળાના ભૂકા સાથે નિયમિત રીતે લેવામાં આવે તો ખૂબ ફાયદો થાય છે.
કફનો પણ ઈલાજ છે ગળો
કફ થી પીડિત દર્દીને જો થોડી એવી ગળોનો રસ છાશ સાથે ભેળવીને આપવાથી દર્દીની તકલીફ ઓછી થવા લાગે છે.
ડાયાબીટીસ નો ઉપચાર
જો તમારા શરીરમાં લોહીમાં મળી આવતી શુગરનું પ્રમાણ વધુ છે તો ગળોનો રસ નિયમિત રીતે પીવાથી આ પ્રમાણ પણ ઓછું થવા લાગે છે.
ઉચા લોહીન દબાણ ને કરે નિયંત્રિત – ગળો આપણા શરીરના લોહીના દબાણને નિયંત્રિત કરે છે.