મેષ (Maturity)
આ સપ્તાહ શક્તિઓથી ભરેલું રહેશે. ખૂબ જ સર્જનાત્મક રહેશે. નવા નવા કામ લઈ શકશો અને તેને પુરા પણ કરી શકશો. આ સપ્તાહ કોઈ પણ દિશા માં તમે આગળ વધી શકશો.
વૃષભ (Compromise)
આ કાર્ડ બે વ્યક્તિ દર્શાવે છે. બંને સમાન છે. બંને લડાઈ કરવા જઈ રહ્યા છે માટે આ કાર્ડ પ્રમાણે આ સપ્તાહ થોડું લેટ ગો કરીન ચાલવું. નહીતો બન્ને તરફ નુકશાન છે. થોડું જતું કરવામાં મજા છે. સપ્તાહ શાંતિ થી પસાર કરવું.
મિથુન (The Barden)- આ સપ્તાહ તમે પોતે પોતાનું વિચારો પાર સ્થિર રહો. તમારે જે દીશા માં આગળ વધવું છે તેમાં આગળ વધો. બીજાની અપેક્ષા રાખવાથી તમારા સ્વપ્નો સાકાર નહીં થાય માટે જાતે જ નિર્ણય લો અને આગળ વધો.
કર્ક (Possibilities)
આ કાર્ડ દર્શાવે છે કે તમે અત્યારે એવા સ્થાન પર છો કે જ્યાં સંભાવના ની પુરી દુનિયા તમારી સામે ખુલ્લી પડી છે. તો તમે આગળ વધો અને તમે હજુ વધારે કરી શકશો એમ છો. ફક્ત તમારામાં રહેલી શક્તિઓ શોધો અને આ સપ્તાહ ખૂબ જ સરસ રીતે આગળ વધો.
સિંહ (Play Fullness)
આ કાર્ડ ગતિ બતાવે છે. વર્તમાન સમયની સૌથી સારી ગતિ તમે તમારા લક્ષ્ય પર આગળ વધો. આ સપ્તાહ ખૂબ ગતિ થી તમે આગળ વધી શકશો. તમારા માં રહેલી મેક્સિમમ એનર્જી નો ઉપયોગ કરો.
કન્યા (Innervoice)
તમારા અંદર નો આવાજ સાંભળો .આ સપ્તાહ શાંત રહેવાનો સમય છે. તમારી અંતર આત્માનો અવાજ સાંભળો. આ સપ્તાહ ધ્યાન કરો. પોતાની જાત સાથે જોડાઓ.ક્યાંય પણ આડા અવળા ભાગવાનો સમય નથી.તમને પોતાને જાણો અને શાંતિથી સમય પસાર કરો.
તુલા (Beyond illusion)
આ સપ્તાહ તમારી અંદર ના ઇન્ટેનશન પર કામ કરવાનો છે. તમે એક સામાન્ય વ્યક્તિ કરવા કંઈક વધારે ફિલ કરશો ખૂબ જ પોઝિટિવ છે. અજ્ઞાતચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરો અને શાંતિથી આગળ વધો.
વૃશ્ચિક (Rebirth)- આ કાર્ડ દર્શાવી જાય છે બીજાના અભિપ્રાયો પર આધારિત ના રહો. વિકસાવો પોતાની જાત ને નવી શરૂઆત કરો આગળ વધો બધું જૂનું ભૂલવામાં મજા છે.
ધન(Adventure)
આ કાર્ડ માં દર્શાવ્યા પ્રમાણે તમારા જીવનમા એક નવો પ્રકાશ આવી રહ્યો છે. એક વિશ્વાસ સાથે આગળ વધો. જીવનમાં ખૂબ જ તકો મળશે. આ સપ્તાહ પોઝિટિવ અને ખુશીથી ભરેલું રહેશે.
મકર(Creativity)
આ સપ્તાહ જેટલા સર્જનાત્મક બનશો એટલું ફાયદાકારક છે. તમે જ કાંઈ કરો છો અને પ્રેમથી સ્વીકાર કરો.આગળ વધો જેમ કે ધ્યાન કરતા હોવ તેમ ચિત્રકામ અથવા સંગીત સાથે જોડાયેલા લોકો માટે આ સપ્તાહ ખૂબ જ સરસ છે.
કુંભ (Existence)
આ સપ્તાહ કોઈ પણ બંધન ને છોડી આગળ વધતા રહો કુદરત તમારી સાથે છે. તમને બાકીના લોકો કરતા કઈક આગળ બતાવે છે. તમારા પોતાના તરફ જોડાઓ. આ અઠવાડિયું ખૂબ જ સરસ છે.
મીન (Breakthrough)
આ કાર્ડ માં લાલ કલરની પ્રબળતા છે જે શક્તિ અને સતા નું પ્રતીક છે. સમસ્યાઓ માં અટકાયેલા ના રહો.પોઝિટિવ વિચારોને બહાર નીકાળો.ઓછા સમયમાં ખૂબ આગળ વધશો.