મેના અંત સુધીમાં કુલ મોબાઇલ યૂઝર્સની સંખ્યામાં ૦.૫૩% થી વધીને ૧૧૮.૦૮ કરોડ થઇ ગઇ, જે એપ્રિલ અંત સુધીમાં ૧૧૭.૪૬ કરોડ હતી. આ સમયે સૌથી વધારે યૂઝર્સ ટેલિકૉમ ક્ષેત્રમાં સપ્ટેમ્બર ૨૦૧૬માં એન્ટ્રી કરનાર રિલાયન્સ જિયોના છે. જિયોના યૂઝર્સની સંખ્યામાં ૪૭ લાખનો વધારો થયો છે. જિયો બાદ એરટેલને ૨૦.૯ લાખ નવા યૂઝર્સ મળ્યા. સરકારી દૂરસંચાર કંપની મ્જીગ્દન્એ ૧૩.૫ લાખ, વોડાફોનએ ૧૧.૩ લાખ અને આઇડિયા સેલ્યુલરે ૧.૯ લાખ નવા યૂઝર્સ પોતાની સાથે જોડયા. એરસેલ અને રિલાયન્સ કૉમ્યુનિકેશનના ગ્રાહકોની સંખ્યામાં ૧.૭-૧.૭ લાખનો વધારો થયો.
આ સમય દરમિયાન ટાટા ટેલિસર્વિઝના યૂઝર્સની સંખ્યામાં ૨૧ લાખ સુધીની ઘટી ગઇ. ટેલિનૉરના યૂઝર્સ ૧૩.ર લાખ જ્યારે સ્્ગ્દન્ના ૨૧૩૬ યૂઝર્સ ઘટી ગયા. મેમાં કુલ ૧૧૮.૦૮ કરોડ મોબાઇલ યૂઝર્સમાંથી ૧૦૧.૯૫ કરોડ યૂઝર્સ એક્ટિવ હતા. મેના અંત સુધી લેન્ડલાઇનના યૂઝર્સની સંખ્યા ઘટીને ૨.૪૧ કરોડ થઇ ગઇ.