નવી દિલ્હી: પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી આજે સૌથી મહત્વની સફર માટે રવાના થયા હતા. 29 મે થી 3 જૂન સુધીમાં મોદી જર્મની, સ્પેન, રશિયા અને આફ્રિકાનો પ્રવાસ કરશે. રાજકીય અને આર્થિક રીતે આ પ્રવાસ નિર્ણયાત્મક અને મહત્વનો સાબિત થશે. જેમાં આર્થિક, સંરક્ષણ, વિજ્ઞાન,આઇટી, પરમાણુ અને ઉર્જા સાથે જોડાયેલા એજેન્ડાનો સમાવેશ થાય છે.
મોદી આ તમામ દેશોના બિઝનેસ ટાયકુનને મેક ઇન ઈન્ડિયા પ્રોજેકટ હેઠળ ભારતમાં વ્યાપાર કરવા માટે આમંત્રિત કરશે.
6 દેશોના પ્રવાશે ગયેલા મોદીનો કાર્યક્રમ:
- 29 અને 30 મે મોદી જર્મનીમાં રહેશે.
- 30 મેના રાત્રે મોદી સ્પેન માટે રવાના થશે.
- 1 અને 2 જૂન મોદી રશિયાની મુલાકાત લેશે.
- 2 જૂનની રાત્રે મોદી ફ્રાન્સ પહોચશે.
- ત્યારબાદ મોદી કજાખિસ્તાનમાં શંઘાઈની બેઠકમાં હાજરી આપશે.