અમદાવાદ : છેલ્લા ઘણા સમયથી જેની ચર્ચા થઈ રહી હતી તેવા નરેન્દ્ર મોદીના પ્રશ્રધાન મંડળનું આજે વિસ્તરણ થયું હતું. નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રી મંડળના રહેલા ચાર સભ્યોને કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન આપ્યું છે. યારે ૯ નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે. આ વિસ્તરણમાં ગુજરાતના એક પણ સાંસદને સ્થાન મળ્યું નથી. આજે રાષ્ટ્ર્રપતિ ભવનમાં યોજાયેલા ગરિમાપૂર્ણ સમારોહમાં રાષ્ટ્ર્રપતિ રામનાથ કોવિંદે આ તમામને શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે ભાજપના પ્રમુખ અમિત શાહ, કેબિનાટના મંત્રીઓ, સાંસદો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જેમને પ્રમોશન આપવામાં આવ્યું છે તેમાં ધર્મેન્દ્ર પ્રધાન, પિયુષ ગોયલ, નિર્મલા સિતારામન અને મુખ્તાર અબ્બાસ નકવીનો સમાવેશ થાય છે. આ ચારેયને રાયકક્ષા તેમજ સ્વતત્રં હવાલામાંથી કેબિનેટમંત્રી બનાવાયા છે.
આ સિવાય ૯ નવા ચહેરાઓને સમાવવામાં આવ્યા છે અને તેમને રાયકક્ષાના મંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવ્યા છે. આ ૯ ચહેરાઓમાં શિવપ્રસાદ શુકલ, અશ્ર્વિનીકુમાર ચોબે, ડો.વિરેન્દ્ર કુમાર, અનંતકુમાર હેગડે, સત્યપાલસિંહ, રાજકુમારસિંહ, હરદીપસિંહ પુરી, ગજેન્દ્રસિંહ શેખાવત, અલ્ફોન્સ કન્થનમનો સમાવેશ થાય છે. વડાપ્રધાને ત્રણ વર્ષમાં ત્રીજી વખત પ્રધાન મંડળનું વિસ્તરણ કર્યું છે. જે નવા ચહેરાઓએ આજે શપથ લીધા છે તેમનો પરિચય આ મુજબ છે.
અશ્વિન ચોબે: તેઓ બિહારના બકસરથી સાંસદ છે. ઉર્જા પર સ્ટેન્ડિંગ કમિટી અને સંસદીય એસ્ટીમેટ કમિટીના સભ્ય છે. બિહાર વિધાનસભામાં સતત પાંચવાર વિધાયક રહ્યાં છે. બિહારમાં આઠ વર્ષ સુધી સ્વાસ્થ્ય, શહેરી વિકાસ અને જનસ્વાસ્થ્ય, એન્જિનિયરિંગ જેવા વિભાગોની જવાબદારી સંભાળી હતી. પટણા યુનિવર્સિટીમાં વિધાર્થી સંઘના અધ્યક્ષ રહ્યાં, જેપી આંદોલનમાં પણ સક્રિય રહ્યાં. મીસા કાનૂન અંતર્ગત જેલમાં પણ ગયા હતાં. ચોબેએ ઘર–ઘરમાં શૌચાલયનું નિર્માણ, ત્યાર જ થશે પુત્રીનું કન્યાદાન, એવો નારો આપ્યો હતો અને ૧૧૦૦૦ મહાદલિત પરિવારોમાં શૌચાલયનું નિર્માણ કરાવ્યું હતું.
આર કે સિંહ: તેઓ આરા, બિહારથી લોકસભા સાંસદ છે. રાજકુમાર સિંહ ઉર્ફે આર કે સિંહ. સંસદની સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, પેન્શન, જન ફરિયાદ, અને કાયદા તથા ન્યાય સંબંધી મામલાઓની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય પણ છે. તેઓ ૧૯૭૫ બિહાર કેડર બેન્ચના પૂર્વ આઈએએસ અધિકારી છે. તેઓ ભારતના ગૃહ સચિવ પણ રહી ચૂકયા છે. તેમની શાનદાર કેરિયરમાં આર કે સિંહ અનેક વિભાગો પર મહત્વપૂર્ણ પદો પર કામ કરી ચૂકયા છે.
સત્યપાલ સિંહ: સત્યપાલ સિંહ ઉત્તર પ્રદેશના બાગપતથી લોકસભાના સાંસદ છે. સિંહ આંતરિક મામલાઓ પર બનેલી સંસદની સ્થાયી સમિતિના સભ્ય છે અને ઓફિસીઝ ઓફ પ્રોફિટ પર બનેલી જોઈન્ટ કમિટીના ચેરપર્સન છે. તેઓ મહારાષ્ટ્ર્ર કેડરથી ૧૯૮૦ બેન્ચના આઈપીએસ પણ છે. તેમને ૧૯૯૦ના દોરમાં મધ્ય પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં નકસલી વિસ્તારોમાં કામ કરવા બદલ ભારત સરકાર તરફથી ૨૦૦૮માં આંતરિક સુરક્ષા સેવા મેડલથી પણ નવાજવામાં આવ્યાં હતાં.
તેઓ મુંબઈ, પુણે, અને નાગપુરના પોલીસ કમિશ્નર પણ રહી ચૂકયા છે. ૧૯૯૦માં મુંબઈમાં ઝડપથી ફાલતા સંગઠિત અપરાધની કમર તોડવાનો શ્રેય પણ તેમને જ જાય છે. સત્યપાલ સિંહે બેસ્ટ સેલિંગ બુકસ પણ લખી છે જેમાં કેટલાક જનજાતીય સંઘર્ષ અને નકસલવાદ પર આધારિત છે. તેઓ અધ્યનન, સંસ્કૃતના જાણકાર છે અને ભ્રષ્ટ્રાચાર, ધાર્મિક સદભાવ અને અધ્યાત્મ જેવા વિષયો પર સારી પકડ છે.
શિવ પ્રસાદ શુકલા: યુપીમાં રાયસભા સાંસદ છે. ગ્રામિણ વિકાસ પર સંસદની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય છે. ૧૯૮૯થી ૧૯૯૬ સુધી સતત ચાર વખત વિધાયક રહી ચૂકયા છે. યુપી સરકારમાં આઠ વર્ષ સુધી કેબિનેટ મંત્રી રહ્યાં. ગ્રામિણ વિકાસ, શિક્ષા અને જેલ સુધારને લઈને કરેલા કામો માટે પ્રખ્યાત છે. ગોરખપુર વિશ્વ વિધાલયથી કાયદાનું શિક્ષણ મેળવ્યું. ૧૯૭૦ના દાયકામાં વિધાર્થી નેતા તરીકે કારકિર્દી શ કરી હતી. કટોકટી દરમિયાન ૧૯ મહિના જેલમાં રહ્યાં હતાં.
ગજેન્દ્ર સિંહ શેખાવત: શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત જોધપુર, રાજસ્થાનથી લોકસભાના સાંસદ છે. તેઓ નાણાકીય મામલાઓ પર બનેલી સંસદીય સમિતીના સભ્ય છે અને ફેલોશીપ કમિટીના ચેરમેન છે. તકનીક પ્રેમી અને પ્રગતિશીલ ખેડૂત સ્વપે તેઓ ગ્રામીણ સમાજ માટે એક આદર્શ છે. તેઓ તેમના સાધારણ જીવનશૈલી માટે જાણીતા છે. તેઓ કવોરા પર સૌથી વધુ ફોલો થનારા રાજનેતામાં સામેલ છે.
અનંતકુમાર હેગડે: અનંતકુમાર હેગડે કર્ણાટકના ઉત્તર કન્નડથી સાંસદ છે. તેઓ એકસટર્નલ અફેર અને એચઆરડી પર બનેલી સંસદની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય છે. હેગડે પહેલીવાર ૨૮ની ઉંમરમાં સાંસદ બન્યા હતાં. સાંસદ તરીકેની તેમની આ પાંચમી ટર્મ છે. સાંસદીય કાર્યકાળ દરમિયાન હેગડે અને સંસદીય સમિતીઓના સભ્ય રહ્યાં હતાં. જેમાં નાણાકીય, ગૃહ, માનવ સંસાધન, વાણિય, કૃષિ અને વિદેશ વિભાગ સામેલ છે. હેગડે ચારવાર સ્પાઈસીઝ બોર્ડ ઓફ ઈન્ડિયાના સભ્ય રહ્યાં છે.
અલ્ફોંઝ કન્નનાથનમ: તેઓ કેરળ કેડેટના ૧૯૭૯ની બેન્ચના જાણીતા પૂર્વ આઈએએસ ઓફિસર છે. અલ્ફોન્ઝ એક વકીલ પણ છે. ડીડીએના કમિશ્નર તરીકે તેમણે ૧૫૦૦૦ ગેરકાયદે ઈમારતોનું અતિક્રમણ હટાવ્યું ત્યારબાદ તેઓ દિલ્હીના ડિમોલિશન મેન તરીકે પ્રખ્યાત થયા હતાં. ૧૯૯૪માં ટાઈમ મેગેઝિને વિશ્વના ૧૦૦ યુવા ગ્લોબલ લીડર્સની સૂચિમાં તેમને સામેલ કર્યા હતાં. તેઓ કોયટ્ટમ જિલ્લાના મણિમાલા નામના એક એવા ગામમાં જન્મ્યા હતાં યાં વીજળી પણ નહતી. જિલ્લા કલેકટર તરીકે તેમણે ભારતના પહેલા સાક્ષરતા આંદોલનનું બીડુ ઉઠાવ્યું હતું અને ૧૯૮૯માં કોયટ્ટમને ભારતનું પહેલુ ૧૦૦ ટકા સાક્ષર ટાઉન બનાવ્યું હતું.
હરદીપ પુરી: તેઓ ૧૯૭૪ના બેન્ચના પૂર્વ ભારતીય સેવા ()ના અધિકારી રહી ચૂકયા છે. પુરીને વિદેશ નીતિ અને રાષ્ટ્ર્રીય સુરક્ષા મામલાઓના જાણકાર ગણવામાં આવે છે. હરદીપ પુરી પુર્વમાં વિકાસશીલ દેશોના રિસર્ચ એન્ડ ઈન્ફોર્મેશન સિસ્ટમ () થિંક ટેન્કના અધ્યક્ષ રહી ચૂકયા છે. આ ઉપરાંત તેઓ ન્યૂયોર્કમાં આંતરરાષ્ટ્ર્રીય શાંતિ સંસ્થાનના ઉપાધ્યક્ષ પણ રહેલા છે.
હરદીપ પુરીનું વિદેશમાં બહત્પપક્ષીય ક્ષેત્રોમાં ભારતીય કૂટનીતિ માટે રાજનયિક સ્તર પર અને સયુંકત રાષ્ટ્ર્ર સંઘમાં ભારતના સ્થાયી પ્રતિનિધિત્વ તરીકે છેલ્લા ૪ દાયકાઓમાં મહત્વનું યોગદાન રહ્યું છે. આ ઉપરાંત પુરીએ બ્રાઝીલ અને બ્રિટનમાં પણ રાજનયીક સેવાઓ આપી છે. તેઓ જીનેવામાં ભારતના સ્થાયી પ્રતિનિધિ તરીકે રહ્યા છે. આ ઉપરાંત સયુંકત રાષ્ટ્ર્રમાં સુરક્ષા પરિષદમાં ભારતીય પ્રતિનિધિમંડળના હેડ તરીકે કામ કર્યુ છે. તેઓ સુરક્ષા પરીષદમાં કાઉન્ટર ટેરેરિઝમ કમિટીના અધ્યક્ષ પણ રહ્યાં છે.
વીરેન્દ્રકુમાર: દલિત સમુદાયમાંથી આવતા વીરેન્દ્રકુમાર મધ્ય પ્રદેશના ટીકમગઢથી લોકસભાના સાંસદ છે. શ્રમ મામલાઓ પર બનેલી સંસદની સ્થાયી સમિતિના ચેરમેન રહી ચૂકયા છે. લેબર એન્ડ વેલફેર તથા એસસી–એસટી વેલફેર કમિટીના સભ્ય પણ રહ્યાં છે. ૭૦માં દાયકામાં જેપી આંદોલન સાથે પણ જોડાયેલા હતાં. કટોકટી દરમિયાન મીસા હેઠળ ૧૬ મહીના જેલમાં ગયા હતાં. વિધાર્થીઓની સમસ્યાઓને લઈને તેઓ ખુબ સક્રિય રહ્યાં છે. અનાથ બાળકો અને વૃદ્ધો માટે લાંબા સમયથી કામ કરી રહ્યાં છે