મોબાઈલ ફોનના સીમકાર્ડની જેમ હવે ડીટીએચના ગ્રાહકોને પણ પોર્ટેબિલીટીની સુવિધા પૂરી પાડવાની દિશામાં ટ્રાઈએ પગલાં લેવાનું શ કર્યું છે. ટૂંક સમયમાં જ સેટટોપ બોક્સ બદલ્યા વિના ડીટીએચ સેવા કંપ્ની બદલાવી શકશે. આનાથી બજારમાં પ્રતિસ્પધા વધશે જેથી ગ્રાહક સેવા સ્તરમાં સુધારો આવશે. ખાસ વાત એ છે કે ગ્રાહકોએ આ પોર્ટેબિલિટીનો કોઈ ખર્ચ ઉઠાવવો નહીં પડે. સંભવત: બે મહિનાની અંદર આ સુવિધાનો પ્રારંભ થઈ જશે.
ટ્રાઈએ ઈન્ટર પોર્ટેબિલીટી પર પરામર્શ પત્ર જારી કરતાં સ્પષ્ટ કર્યું છે કે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલીમૈટિક્સ (સી-ડોટ)એ આ માટે પરેખા તૈયાર કરી છે. વિવિધ ભાગીદારીઓથી આ પત્ર ઉપર 25 ઓગસ્ટ સુધીના સુચન માગવામાં આવ્યા છે. પત્રમાં કહેવાયું છે કે સેટ ટોપ બોક્સ બદલ્યા વિના ડીટીએચ સેવા કંપ્નીમાં અત્યારે ફેરફાર કરી શકાતો નથી. આ કારણે ગ્રાહકે વિવિધ સ્તરે સમજૂતિ કરવી પડે છે. બોક્સથી બજારમાં કંપ્નીઓ વચ્ચે પ્રતિસ્પધા થતી નથી અને સેવાની ગુણવત્તા સાથે આ ક્ષેત્રમાં કોઈ સુધારો પણ થતો નથી.
ટ્રાઈ એ પ્રક્રિયામાં છે કે બોક્સને બદલ્યા વિના સેવા કંપ્નીને બદલી શકાય જેથી ગ્રાહકને બોક્સ માટે બીજી વખત ખર્ચ કરવો ન પડે. સી-ડોટ ટેકનીકી વિકાસનું કેન્દ્ર છે. તેણે ટ્રાઈ સાથે મળીને આ અંગેનો ઉકેલ કાઢયો છે.
ઉલ્લેખનીય છે કે ગ્રાહકોએ પોર્ટેબિલિટી માટે કોઈ વધારાના પૈસા ચૂકવવા પડશે નહીં. આ સરકારની મેક ઈન ઈન્ડિયા યોજનાનો એક હિસ્સો છે. ટ્રાઈ છેલ્લા અનેક મહિનાથી આના પર કામ કરી રહી હતી અને શુક્રવારે તેણે પરામર્શ પત્ર જારી કર્યો છે.