મોરબી: શનિવારે મોરબી જીલ્લામાં ભારે વરસાદને પગલે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ટંકારામાં આભફાટવાને પગલે પાણીમાં ગરક થઇ ગયું હતું.
મોરબીમાં ભારે વરસાદને પગલે મચ્છુ-2માં પાણીની જંગી આવક થઇ હતી. આવકને કારણે 70 ટકાથી ઉપર ડેમ ભરાઈ ચૂક્યો છે. હજુ પણ ડેમમાં પાણીની આવક ચાલુ હોય ડેમનાં દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે. જેથી ડેમની હેઠવાસનાં ગામોને તંત્ર દ્વારા હાઈએલર્ટ કરી નદીનાં પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું હતું
મોરબીનાં મચ્છુ-૨ ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિ સુધી પહોંચતા મોરબીનાં અમરેલી, ભળીયાદ, ધરમપુર, ગોરખીજડિયા, જોધપુર, જુના સાર્દુળ, લીલાપર, પાનસર, નારકણા, નવા સાર્દુળકા, રવાપર, ટીંબડી, વનાળીયા અને વજેપર ઉપરાંત માળિયા મી.નાં બહાદુરગઢ, દેસળા, ફાટસર, જુના નાગડાવાસ, મહેન્દ્રનગર, મેઘપર, નવાગામ, નવા નાગડાવાસ, રાસસંગપર, સોખડા, વિરવદરકા, ફતેપર અને અમરનગર ગામોમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હાલમાં મચ્છુ-2 ડેમમાં 21,216 કયુસેક પાણીનાં પ્રવાહની આવક છે. જ્યારે જળાશયની હાલની સપાટી 33 ફૂટ છે. જેમાં 32 ફૂટની સપાટીએ પાણી પોંહચતા ડેમના દરવાજા ખોવામાં આવશે અને હાલ ડેમની સપાટી 30 ફુટે પહોંચવામાં આવી છે. ત્યારે ગમે ત્યારે ડેમનાં દરવાજા ખોલતા કોઈ તારાજી ન સર્જાય તે માટે તંત્ર દ્વારા હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.