રાજકોટ આજી ડેમ સર્કલ થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંદાજીત 10 કિલો મીટર અંતરના રોડ શો થકી લોકોનું ભવ્ય અભિવાદન ઝીલ્યું હતુ.
પીએમ મોદીના રોડ શોને લઈને છેલ્લા ઘણા દિવસથી તંત્ર તેમજ રાજકોટવાસીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી હતી. અને આ અવસરનો રંગીલા રાજકોટવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તેનો અંત આવ્યો હતો.
રોડ શોના રૂટ પર અભેદ સુરક્ષા કવચ સાથે યોજાયેલા રોડ શો પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે હજારોની સંખ્યામાં લોકો રોડની બાજુમાં ગોઠવાય ગયા હતા, અને પીએમ મોદીનું હેતભર્યું સ્વાગત કરીને રાજકોટવાસીઓ એ ખુશી વ્યક્ત કરી હતી. ત્યારે પીએમ મોદીએ પણ રાજકોટવાસીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.
રોડ શો અગાઉ વરસાદ પડયો હોવાછતાં પણ લોકોમાં પીએમ મોદી માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો બાદ એરપોર્ટ પરથી અમદાવાદ જવા માટે રવાના થશે