રાજસ્થાનમાં રાજકીય હંગામો થઇ રહ્યો છે. શુક્રવારથી વિધાનસભા સત્ર શરૂ થઇ રહ્યુ છે. ભારતીય જનતા પાર્ટી આ સત્ર દરમિયાન અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકે છે. ત્યારે અશોક ગેહલોત સરકાર સામે બહુમતથી જીતવાનો પડકાર આવી શકે છે. તમને જણાવી દઇએ કે ગુરૂવારે ભારતીય જનતા પાર્ટીએ જયપુરમાં ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. જેમા પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજ પણ જોડાયા હતા. કેન્દ્રના પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં જોડાયા હતા. રાજ્યપાલના આદેશ પછી 14 ઓગસ્ટથી વિધાનસભા સત્ર શરૂ થઇ રહ્યુ છે. જો કો સરકાર તરફથી ફક્ત કોરોના વાયરસ, અને લોકડાઉનના મુદ્દાઓને લઇને જ વાત કરવામાં આવી રહી હતી. જો આ વચ્ચે ભારતીય જનતા પાર્ટી અવિશ્વાસનો પ્રસ્તાવ લાવે તો અશોક ગેહલોત સરકાર સામે બહુમત સાબિત કરવાનો પડકાર આવી શકે છે.
