અમદાવાદ: ગુજરાતમાં ચાલી રહેલાં પાટીદાર અનામત આંદોલનફરી એકવાર સક્રિય થયું છે અનેઅગામી સમય માં ફરી એકવાર જય સરદાર અને જય પાટીદાર ના નારાઓ થી શહેર અને ગલીઓ ગુંજી ઉઠશે,આ વખત નો પાટીદારો નો મિજાજ કૈક અલગ અંદાજ માં જણાઈ રહ્યો છે અને ગુજરાત ના રાજકારણ માં નવાજુની કરે તેવા વાર્તારા વર્તાઈ રહ્યા છે આંદોલનકારીઓ અને વિવિધ આંદોલનકારી સંસ્થાઓ વચ્ચે બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. રાજ્યસભાની ચૂંટણીના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થતાં જ એકાએક પાટીદાર સંસ્થાઓ અને PAAS વચ્ચેની બેઠકો રાજ્યસભાની ચૂંટણી માટેની વ્યૂહરચનાના હોવાનું જણાઈ રહ્યું છે. જેમાં પાટીદાર ધારાસભ્યોને આ ચૂંટણીમાં NOTAમાં મત આપવા અપીલ કરવામાં આવી રહી છે. તારીખ 5મીએ મળનારા પાટીદાર કાર્યકર્તા સંમેલનમાં પણ ગુજરાતભરમાંથી આવનારા પાટીદારોને અપીલ કરાશે કે સમાજે એક થઈ લડત આપવાનો સમય હવે પાકી ગયો છે
ચૂંટણી પૂર્વે આવેલી રાજ્યસભાની ચૂંટણીમાં પણ પોતાની તાકાત નોપરચો બતાવી દેવા એકાએક એક મંચ ઉપર ભેગા થયા છે. જેમાં પાટીદાર અનામત આંદોલન કરનારી PAASથી દૂર રહેનારી પાટીદાર સંસ્થાઓના આગેવાનો એકાએક પાસના નેતાઓ સાથે બેઠકો કરી રહ્યાં છે. તે જોતાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં પાટીદારો રાજ્યસભાની ચૂંટણીમાં નવજુની કરવાના મૂડ માં દેખાઈ રહ્યા છે
પાસના સૂત્રો ના જણાવ્યા મુજબ નેતાઓની એક સામાજિક મિટિંગો યોજાઈ રહીછે, જેમાં ગુજરાત સરકારે પાટીદારોનો દુરઉપયોગ કર્યો હોવાનો અને પાટીદારો સાથે અન્યાય કર્યો હોવાનો મુદ્દો આવરી લેવાયો છે અને પાટીદાર સંસ્થાના આગેવાનો ભેગા મળીને ગુજરાતના પાટીદાર ધારાસભ્યોને NOTAનો ઉપયોગ કરી પાટીદારોને ન્યાય અપાવવાની દિશામાં જવાબદારી નિભાવે તેવુ સમજાવવાનો પ્રયત્ન ચાલુ કરવા ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે આગામી સમય માં ફરી એકવાર અનામત આંદોલન તેજ બને તેવા સંજોગો ઉભા થઇ રહ્યા છે ત્યારે સ્થાનિક રાજકારણ માં આ વાત ને ગંભીરતા થી લેવામાં આવી રહી છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.