FCI વિભાગ અંતર્ગત રેશનિંગ ની દુકાનો ના લાઇસન્સ આપવામાં આવે છે કે જેના થકી ગરીબી રેખા હેઠળ આવતા તમામ લોકોને સસ્તા ભાવનું અનાજ મળે અને તેમની રોજી રોટી સલામતી રીતે ચાલે.પરંતુ છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં આ ગરીબોને મળતા અનાજ ના કાળા કારોબારીઓ એટલી હદે ફાટી નીકળ્યા છે કે ગરીબો માટે આવતું અનાજ બારોબાર જ વેચી મારવાનું કામ કરી રહ્યા છે.અહીં વાત કરવામાં આવે તો અમદાવાદ ના શાહપુર,રાણીપ,વાડજ,નારણપુરા,સોલા સહિતના વિસ્તારમાં આવેલી રેશનિંગ ની દુકાનના વેપારીઓ દ્વારા રાણીપ માં રહેતા મુકેશ જૈન સાથે ઘરોબો રાખી FCI દ્વારા આપવામાં આવતો તમામ જથ્થો બારોબાર પોતાની દુકાને થી મુકેશ જૈન ની ઇકો ગાડી અને ઓમની ગાડીમાં ભરી આપી બારોબાર વેચી મારવાનું કૌભાંડ કરી રહ્યા છે.તો આ ઇકો ગાડી અને ઓમની ગાડી કોની માલિકી ની છે અને શું આ ગાડીઓ માં ચાલતી અનાજ ની કાળા બજારી રાણીપ પોલીસ સ્ટેશન ના અધિકારી અને અમદાવાદ શહેરના ફૂડ કન્ટ્રોલ વિભાગ ને આ બાબત ધ્યાને નથી કે શું ? કે પછી આંખ આડા કાન કરી રહ્યા છે આ બધા જ અધિકારીઓ તે પણ એક પ્રશ્ન ઉદ્દભવ્યો છે. જ્યારે ગરીબો અનાજ લેવા આવે ત્યારે આ દુકાનોના વેપારી દ્વારા અનાજ નહીં આપી ને જણાવે છે કે આ મહિને જથ્થો ઓછો આવ્યો છે તો ઓછો આપીશું તેમ કહી ગરીબોના અન્ન નો કોળિયો વેપારીઓ અને મુકેશ જૈન નામનો ઈસમ છીનવી રહ્યો છે.જો આ દુકાનના વેપારીઓ અને મુકેશ જૈન નામની વ્યક્તિ ઉપર ગુજરાત નાગરિક પુરવઠા નિગમ દ્વારા નજર રાખી અને પકડી પાડવામાં આવે તો મસ મોટું કૌભાંડ બહાર આવવાની ભીતિ સેવાઇ રહી છે.પરંતુ અહીં વિસ્તારના અનેક નાગરિકો ના મુખે સાંભળવા મળેલી માહિતી મુજબ ગુજરાત રાજ્યના નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે આ મુકેશ જૈન નામના ઇસમે એટલી હદે ઘરોબો બનાવી દીધો છે કે નાગરિક પુરવઠા વિભાગ ના અધિકારીઓ અને કર્મચારીઓ પણ તેના ઉપર કાર્યવાહી કરવામાં ખચકાટ અનુભવી રહ્યા છે.લોક મુખે એ પણ ચર્ચાઈ રહ્યું છે કે મુકેશ જૈન ઉપર રાણીપ પોલીસ સ્ટેશનના વહીવટદાર અને પી.આઈ. ના પણ ચાર હાથે આશિર્વાદ છે એટલે જ રાણીપ પોલીસ પણ કોઈ જ જાતની કાર્યવાહી કરતા ખચકાટ અનુભવે છે.જો આવા અધિકારીઓ અને મુકેશ જૈન તથા દુકાનના વેપારીઓ ઉપર વિજિલન્સ તપાસ બેસાડવામાં આવે તો બહુ જ મોટા પાયે કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ રહેલી છે અને ગરીબો ને ન્યાય મળે તેવું છે.
5
/ 100
SEO સ્કોર