કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરતની સેશન્સ કોર્ટમાં પહોંચ્યા છે. તેઓ માનહાનિના કેસમાં સજાને પડકારવા માટે અહીં પહોંચી ચુક્યા છે. આ કેસમાં સજા સંભળાવ્યાના 11 દિવસ બાદ તેમણે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
રાહુલ કોર્ટમાં નિયમિત જામીન માટે પણ અરજી દાખલ કરશે. કોંગ્રેસના નેતા અને તેમની બહેન પ્રિયંકા ગાંધી સુરત જતા પહેલા તેમને મળવા આવ્યા હતા. પ્રિયંકા ગાંધી પણ રાહુલ સાથે સુરતની સેશન્સ કોર્ટમાં પહોંચ્યા છે. આ પહેલા સોનિયા ગાંધી પણ રાહુલને મળ્યા હતા. કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ પણ તેમની સાથે સુરત આવ્યા છે.
રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં નીચલી કોર્ટના ચુકાદા સામે હવે 3 મેએ સુનાવણી હાથ ધરવામાં આવશે. સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને જમીન આપી દીધા છે. હવે સજા અને દોષ પર સ્ટેની અરજી પણ 13 એપ્રિલે સુનાવણી હાથ ધરવામાં આવશે. જણાવી દઈએ કે માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા આપવામાં આવી છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે રાહુલજી પર ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો છે, અમે તેમના સમર્થનમાં આવ્યા છીએ.