કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં ભરૂચથી સુરત જઈ રહેલા કોંગ્રેસના કાર્યકરોને પોલીસે અટકાયત કરવામાં આવી હોવાનું સૂત્રો તરફથી વિગતો પ્રાપ્ત થઈ હતી.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં ભરૂચથી સુરત જઈ રહેલા કોંગ્રેસના કાર્યકરોને પોલીસે અટકાયત કરી હતી. રાહુલ ગાંધી માનહાનિના કેસમાં દોષિત ઠેરવતા મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ સામે અપીલ કરવા આજે સુરત પહોંચી રહ્યા છે. તે પહેલા પણ ગુજરાતમાં આંતરકલહ ઉગ્ર બન્યો છે. કોંગ્રેસના કાર્યકરોને સુરત પહોંચતા રોકવામાં આવી રહ્યા છે. તેમ સૂત્રો તરફથી માહિતી મળી હતી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરતની કોર્ટ દ્વારા તેમને આપવામાં આવેલી બે વર્ષની જેલની સજા સામે અપીલ દાખલ કરશે. રાહુલ ગાંધી અપીલ દાખલ કરવા માટે બપોરે 3 વાગ્યાની આસપાસ સુરતની સેશન્સ કોર્ટમાં પહોંચશે. રાહુલ ગાંધી બપોરે 12.45 કલાકે ફ્લાઇટ દ્વારા સુરત જવા રવાના થશે. તેમની સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને પ્રિયંકા ગાંધી પણ હાજર રહેશે. બપોરે 2થી 2:30 વાગ્યાની આસપાસ કોર્ટ પહોંચશે. સુરત જિલ્લા કોર્ટ પાસે ગુજરાતના તમામ કોંગ્રેસના ધારાસભ્યો, પીસીસીના નેતાઓ અને કાર્યકરો હાજર રહેશે.
જો કોર્ટ દ્વારા સજા પર સ્ટે નહીં મૂકે તો મુશ્કેલી વધશે
રાહુલ અહીં પહોંચશે ત્યારે કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ સુરતમાં હાજર રહેશે. 2019માં કોર્ટે રાહુલને ગાંધીને મોદી સરનેમ ટીપ્પણઈ મામલે બે વર્ષની સજા ફટકારી હતી. તેને અપીલ કરવા માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આદેશ બાદ રાહુલે સાંસદ પણ ગુમાવ્યું છે. જો કોર્ટ દ્વારા સજા પર સ્ટે નહીં મૂકવામાં આવે તો તે આઠ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. સાથે જ ગુજરાતમાં કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.