અમદાવાદ તા. ૬ : કોઈપણ શાળા-કોલેજ દ્વારા નિયમ કરેલા ધારા-ધોરણ કરતાં વધુ ફી રિસીપ્ટ આપ્યા વગર વસુલવામાં આવે તો ગુજરાતની ફી રેગ્યુલેટીંગ કમિટી તેમજ રિસિપ્ટ વગર જ ડોનેશન કે ડેવલપમેન્ટ ચાર્જના નામે વસુલાત કરવામાં આવશે તો ACB દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ડોનેશન અને ડેવલપમેન્ટ ચાર્જના નામે વસુલાત કરવામાં આવતી હોય તો ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર ડાયલ કરીને ફરિયાદ આપવા ACBએ વાલીઓને સલાહ આપી છે. ACBએ શિક્ષણને શ્નધંધોલૃ બનાવનાર શાળા-કોલેજ સંચાલકો સામે શ્નલાંચલૃનો કેસ કરવા ઈન્ટેલિજન્સ ઈનપુટ મેળવવાની દિશામાં પણ કામગીરી શરૂ કરી છે.
ACBના એડીશનલ ડીરેકટર હસમુખ પટેલે આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સરકારી શાળાઓ અને ગ્રાન્ટેડ શાળાઓ સરકારે નિયત કરેલા ધોરણો ઉપરાંત વાલીઓ પાસે કોઈપણ વધારાનાં નાણાં મેળવવાનો પ્રયત્ન કરે તો ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમની કલમ ૭, ૧૩ મુજબ ગુનો બને છે. જો આ પ્રકારની માંગણી કરવામાં આવે તો લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એટલે કે ACBના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર ફોન કરી ફરિયાદ નોંધવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.
ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કુલ્સ રેગ્યુલેશન ઓફ સ્કુલ ફીસ એકટ ૨૦૧૭ હેઠળ ખાનગી (સરકારી અનુદાન ન મેળવતી) શાળાઓના ફીના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા નકીક કરવામાં આવેલા ધારા-ધોરણથી વધુ ફી લેવામાં આવે તો ફી રેગ્યુલેટીંગ કમિટીને જાણ કરવાની જોગવાઈ આ કાયદાની કલમ-૮ સી હેઠળ કરવામાં આવી છે. નિયત કરાયેલા ધોરણોથી વધુ ફી લેવામાં આવે તો તે અંગે પેનલ્ટીની જોગવાઈ આ કાયદાની કલમ ૧૪ હેઠળ કરવામાં આવી છે.
શિક્ષણને ‘ધંધો‘ બનાવનાર શૈક્ષણિક સંસ્થાઓ સામે ACBએ ઈન્ટેલિજન્સ ઈનપુટ મેળવવાની દિશામાં પણ કાર્યવાહી હાથ ધરી છે. ACBના ધ્યાન ઉપર એ બાબત પણ આવી છે કે, કેટલાક કિસ્સામાં કાયદેસર રિસીપ્ટ આપી ફી લેવાના બદલે કોઈપણ રસીદ વગર પ્રવેશ આપવા ગેરકાયદેસર રીતે નાણાં લેવામાં આવે છે. રસીદ વગર જ ડોનેશન કે ડેવલપમેન્ટ ફીના નામે નાણાં વસુલવામાં આવે તો વાલીઓ ACBને જાણ કરી શકે છે. આવા કિસ્સામાં ACBના આયોજન મુજબ ‘છટકું‘ ગોઠવીને કાર્યવાહી થશે અને વડોદરાના મનસુખ શાહની સુમનદિપ વિદ્યાપીઠની માફક શિક્ષણમાફીયાઓ સામે કાર્યવાહી થઈ શકે છે. વાલીઓએ હીમ્મત બતાવીને ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપરાંત ૦૭૯- ૨૨૮૬૬૭૨૨ ઉપર ફેકસ ઉપરાંત ૯૦૯૯૯ ૧૧૦૫૫ ઉપર વોટ્સ એપ, [email protected] ઉપર ઈ-મેઈલ કે ટપાલથી માહિતી આપવા વિનંતી કરાઈ છે.