સુરત : સુરતનાં શાહુકાર કિશોર ભજિયાવાલા પર કાયદાનો સિકંજો વધુ મજબૂત કરવા માટે સીબીઆઇની ટીમે પણ દરોડાની કાર્યવાહી શરૂ કરી છે. સીબીઆઇની ટીમે કિશોર ભજિયાવાલા, તેના બે પુત્રો અને પીપલ્સ બેન્કનાં મેનેજરની અટકાયત કરી હતી.
બેનામી સંપત્તિ અને રૂ. ૧.૦૮ કરોડની નવી નોટના કેસમાં સબીઆઇ દ્વારા કેસ રજીસ્ટર થઇ ગયો હોઇ ગમે ત્યારે આ ચારેય સહિત બેન્કનાં કેટલાકં શંકાસ્પદ કર્મચારીઓની ધરપકડ કરે તેવી સંભાવના છે.
ગઇકાલે મોડી રાત્રે સીબીઆઇની ટીમે પીપલ્સ અને એચડી એફસી બેન્કમાંથી દસ્તાવેજો કબ્જે કર્યા હતા. આજે સીબીઆઇએ પીપલ્સ બેન્કનાં મેનેજરના ઘરે પણ તપાસ કરી હતી. આઇટીના સર્ચ કામગીરીમાં ભજિયાવાલા પાસે મળેલી સીરીયલ નંબરની રૂ. બે હજારની રૂ. ૧.૦૮ કરોડની નવી કરન્સી કઇ રીતે આવી તે અંગે સીબીઆઇએ તપાસમાં ગતિ લાવી છે. નવી કરન્સીનો કોયડો સીબીઆઇ એકાદ દિવસમાં ઉકેલી નાખે તેમ છે. આરબીઆઇ પાસે બેંકના નોટના નંબરની વિગતો પણ માંગવામાં આવી છે. બેન્ક મેનજરના નિવાસસ્થાને દરોડા પાડતા શહરેમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ભજિયાવાલા બેનામી સંપતિ કેસમાં બેન્ક અધિકારીઓ સહિત અનેક લોકોએ જેલના સળિયા ગણવા પડે તેમ છે.