[highlight]ટિકિટ બુક કરાવ્યા બાદ ૧૪ દિવસમાં પેમેન્ટ કરી શકાશે[/highlight]
ડિજિટલ પેમેન્ટ અપનાવનાર પ્રથમ સરકારી એજન્સીઓમાં એક આઈઆરસીટીસી હવે ખરેખર કેશલેસ થઈ ચૂકી છે. ઈન્ડિયન રેલવેની આ વેબસાઈટ પ્રવાસીઓને હવે ઉધારમાં (ક્રેડિટ પર) ટિકિટ બુક કરવાની સુવિધા આપે છે.આ મહિનાથી શરૃ થઈ રહેલી આ નવી સ્કીમ હેઠળ કોઈ પણ પ્રવાસી યાત્રાના પાંચ દિવસ પહેલાં ટિકિટ બુક કરાવ્યા બાદ ૧૪ દિવસની અંદર પેમેન્ટ કરી શકે છે, જોકે આ માટે પ્રવાસીએ ૩.૫ ટકા સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે.

આ વ્યવસ્થા માટે આઈઆરસીટીસીએ મુંબઈની એક કંપની ઈપેલેટર સાથે સમજૂતી કરી છે.આઈઆરસીટીસીના પ્રવકતા સંદીપ દત્તાએ જણાવ્યું હતું કે આ સેવા યાત્રીઓને રૃપિયાની ચિંતા કર્યા વગર તુરત ટિકિટ બુક કરાવવાની સુવિધા આપે છે. ૫૦ લોકો આ સેવાનો ઉપયોગ કરી ચૂક્યા છે.જો તમે પેસેન્જર ટિકિટ બુક કરાવ્યાના ૧૪ દિવસની અંદર રૃપિયા નહીં ચૂકવો તો આઈઆરસીટીસી તેના પર પેનલ્ટી લગાવશે. જો લોકો વારંવાર પેમેન્ટ કરવા માટે આનાકાની કરશે તો તેમને આ સુવિધાથી કાયમ માટે વંચિત કરી નાખવામાં આવશે.આઈઆરસીટીસીથી ટિકિટ બુક કરાવનાર કોઈ યુઝરને કેટલા રૃપિયા સુધીની ટિકિટ ઉધાર આપી શકાય તેનો નિર્ણય તેની ક્રેડિટ હિસ્ટ્રી, ડિજિટલ ફૂટ પ્રિન્ટ, ડિવાઈસ ઈન્ફર્મેશન અને ઓનલાઈન પરચેઝ પેટર્ન પર આધારિત રહેશે.