ઉત્તર ભારતના જુદા જુદા ભાગાેમાં ધુમ્મસના અનુસંધાનમાં આગામી વષેૅ 15મી જાન્યુઆરી સુધી રેલ્વેએ 78 ટ્રેનાેને રદ કરવાનાે નિર્ણય કયોૅ છે.
જે ટ્રેનાેને રદ કરવામાં આવી છે તેમાં સીલદાહ એક્સપ્રેસ, નાેર્થ-ઈસ્ટ એક્સપ્રેસ, બેગમપુરા એક્સપ્રેસ, લખનાૈ ડબલ ડેકર એક્સપ્રેસ, ગાેરખપુર વિકલી એક્સપ્રેસ, જયપુર-ચંદીગઢ એક્સપ્રેસ, મઉ એક્સપ્રેસ સહિત 78 ટ્રેનાેનાે સમાવેશ થાય છે. રેલવે મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલમાં આ મુજબની વાત કરવામાં આવી છે. નાેર્થ ઝોનમાં 34 ટ્રેનાે આગામી વષેૅ 15મી જાન્યુઆરી સુધી બંધ રહેશે. જેમાં ચંદીગઢ-અમૃતસર એક્સપ્રેસ, રોહતક ઈન્ટરસીટી, વારાણસી-દહેરાદુન એક્સપ્રેસ, ઉચ્છર એક્સપ્રેસનાે સમાવેશ થાય છે. વિજીબિલીટી ધુમ્મસને કારણે ઘટી રહી છે. જેના પરિણામ સ્વરૂપે અકસ્માત થવાનાે ખતરો તાેળાઈ રહ્યાાે છે.
આવી સ્થિતિમાં સાવચેતીના પગલાંરૂપે લાંબા અંતરની ટ્રેનાેને 15મી જાન્યુઆરી સુધી રદ કરવાનાે નિર્ણય કરાયો છે. ટ્રેનાેની સ્થિતિ અંગે યાત્રીઆેને માહિતગાર કરવા માટે નિયમિત ગાળામાં જાહેરાતાે કરવામાં આવી રહી છે. તેમના સ્થળો માટે જતી ટ્રેનાેની માહિતી આપવા માટે જુદા જુદા સ્થળો ઉપર હેલ્પ ડેસ્ક સ્થાપિત કરવામાં આવ્યા છે. લોકલ ડ્રાઈવરોને ધુમ્મસની સ્થિતિ દરમ્યાન ધીમી ગતિએ ટ્રેન દોડાવવા માટે કહેવામાં આવ્યું છે. ખરાબ હવામાન અને ધુમ્મસના પરિણામ સ્વરૂપે હજુ પણ ટ્રેન સેવાને અસર થઈ રહી છે. ઉત્તર ભારત, એનસીઆર અને અન્ય કેટલાક ભાગાેમાં ટ્રેન સેવાને હાલમાં માઠી અસર થઈ છે. કારણ કે ધુમ્મસની ચાદર ચારેબાજુ છવાયેલી છે. લાખોની સંખ્યામાં લોકો જુદી જુદી જગ્યાઆે ઉપર અટવાયા પણ છે. હવે 78 ટ્રેનાેને રદ કરવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ તેની વધુ પ્રતિકુળ અસર રેલવે યાત્રીઆે ઉપર જોવા મળે તેવી પ્રબળ સંભાવના દેખાઈ રહી છે.