કોરોના લોકડાઉન વખતે અંદાજે 40 લાખ બિહારી શ્રમિકો ભારતના ચારેય ખૂણેથી ચાલતા ચાલતા અને જે સાધન મળે તેમાં બેસીને, લટકીને, ભટકીને,અટકીને પોતાના ગામ પહોંચ્યા હતા. બિહારમાં રોજગારીની તકો એટલી નથી તેથી ત્યાંના ખડતલ પણ લાચાર શ્રમિકો ગુજરાત સહિત બીજા રાજ્યોમાં જાય છે બે પૈસા કમાવવા.
બિહારમાં આજકાલ ચુનાવી મૌસમ હૈ..બિહારના રામવિલાસ પાસવાનને રાજકારણના મૌસમી વૈજ્ઞાનિક કહેવામાં આવતા હતા. દરેક સરકારમાં પાસવાન મંત્રીપદે હોય જ, એ બિહારમાં વિધાનસભાની 243 બેઠકોની ચૂંટણી માટે રાજકિય પક્ષોના ધનધનાધન.ઢંઢેરા જાહેર થયા. લાલુપુત્ર તેજસ્વી ઉવાચ- હમરી સરકાર બનતે હી પહલી હી કૈબિનેટ મેં 10 લાખ લોગો કો રોજગાર દેને કા પ્રસ્તાવ યું.યું ચુટકી બજાતે હી પારિત કર દૂંગા.
ભાજપના સાથી(આમ તો કજોડા છે) નીતિશકુમાર લાલુપુત્ર પર હસ્યા. તેમનું હાસ્ય પુરૂ થાય તે પહેલાં ભાઇબંધ પક્ષ ભાજપે ડંકો વગાડ્યો- 10 લાખ નહીં 19 લાખને રોજગારી આપીશું….ઔર નીતિશ કા મૂંહ ખુલા કે ખુલ્લા હી રહ ગયા….લાલુપુત્ર તો પાગલ હૈ.! યે ભી હૈ.?. અરે, ભઇયા.ઇતની રોજગારી પહલે સે દે દેતે તો બિહારીયોં કો દુસરે સ્ટેટ માં ક્યોં જાના પડતા….? પણ નીતિશકુમાર શું બોલે..સાથીપક્ષે બોલવા જેવું કાંઇ રાખ્યુ જ નથી.
એક વાત નક્કી કે લાલુપુત્ર તેજસ્વીની સરકાર આવે કે ફરીથી નીતિશબાબુની, કેટલાને તાત્કાલિક રોજગારી મળશે તેમાં જોઇએ તો 30 જણાનું પ્રધાનમંડળ બને તો 30 જણાંને અને 40 સભ્યોનું પ્રધાનમંડળ બને તો 40 ધારાસભ્યોને ફટાફટ અને ધૂમધડાકા સાથે કામચલાઉ રોજગારી રૂમઝુમ કરતાં કરતાં મળી જશે.40 લાખ કે 19 લાખને રોજગારી આપવા માટે તો, તે પછી સમય મળશે તો દેખેંગે….હમણાં તો કોણીએ ગોળ ચોંટાડો….!!
વચનો આપવામાં શું જાય છે….? 2012માં ભાજપે ગુજરાતમાં અધધધ…50 લાખ મકાનો પાંચ વર્ષમાં બનાવી આપવાનું વચન આપ્યું હતું.કેટલા બન્યા, ગણી લેજો બિલોરી કાચ લઇને…..!!!