અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો પાલનપુરના યુવકે સગીરા સાથે કર્યા લગ્ન ધર્મપરિવર્તન કરાવી સગીરા સાથે લગ્ન કર્યા અમદાવાદ શહેરમાં ફરી વાર લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિધર્મી યુવકે સગીરાને બ્લેકમેઈલ કરી લગ્ન કર્યા બાદ ધર્મ પરિવર્તન કરાવાનો મામલો સામે આવતા જ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે તો પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગુજરાત ધર્મ સ્વાતંત્ર સુધારાની વિધેયક 2021 હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો વધુ તપાસ હાથ ધરી છે.મહત્વનું છે કે આરોપી યુવક સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાના સંપર્કમાં આવ્યો હતો. બાદમાં તેને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે લગ્ન કર્યા હતા લગ્ન પછી યુવક સગીરાને રાજસ્થાનમાં અન્ય એક મિત્રના ઘરે લઈ ગયો હતો જ્યાં સગીરાનું ધર્મ પરિવર્તન કરાવાયું હતું. પોલીસ મથકમાં નોધાયેલી ફરિયાદ મુજબ આરોપી યુવકે સગીરા સાથે લગ્ન પહેલા સગીરાના નગ્ન ફોટો અને વીડિયો મેળવી લીધા હતા અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતો, આરોપી યુવકે સગીરાને બ્લેકમેઈલ કરી તેનો વીડિયો બનાવી ધમકી આપતો હતો.
યુવતી અચાનક તેના ઘરેથી ગુમ થતા પોલીસે જાણવા જોગ અરજીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં યુવતી થરાદના દુઘવા ગામેથી મળી આવી હતી. સાથે જ આરોપી પણ ત્યાંથી મળી આવતા પોલીસે તેની અધિકૃતતા કરી હતી. જે અંગે પોલીસે યુવતીની પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવ્યો હતો. યુવકે યુવતીના અલગ અલગ દસ્તાવેજ પર ડરાવી ધમકાવી સહીઓ કરાવી હોવાનું પણ મનાઈ રહ્યું છેપાલનપુરના યુવકે સગીરા સાથે લગ્ન કરી ધર્મપરિવર્તન કરાવ્યું હોવાનું સામે આવતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. મહત્વનું છે કે યુવક ઈન્સ્ટાગ્રામથી સગીરાના સંપર્કમાં આવ્યો હતો તેણે હાથ પર પત્રી મારી સગીરાના વ્યક્તિગત ફોટા અને વિડિયોની વિનંતી કરવામાં આવી હતી યુવકે 3 મહિલા પહેલા જ થયેલા લગ્નની વાત છુપાવી હતી સંપર્કમાં આવ્યા બાદ સગીરાને બ્લેકમેઈલ કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું, લગ્ન માટે ઓરિજનલ દસ્તાવેજ યુવકે મંગાવી લીધા હતા જે બાદ યુવકે રાજસ્થાનની કોર્ટમાં લગ્ન કર્યા બાદ ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. હાલ તો સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે ધર્માંતરણ મામલે ફરિયાદ નોંધી આગળી કાર્યવાહી હાથ ધરી છે.