લોકસભાની ચૂંટણી પહેલા કેટલાક જિલ્લાના પ્રમુખો ભાજપ દ્વારા બદલવામાં આવી રહ્યા છે ત્યારે ડાંગ જિલ્લાના ભાજપના પ્રમુખ દશરથ પટેલે લોકસભા પહેલા ગઈકાલે જ રાજીનામું સામેથી ચાલીને આપતા અનેક તર્ક વિતર્ક સેવવામાં આવી રહ્યા છે જેથી આંતરીક કલેહને કારણ માનવામાં આવી રહ્યું છે ત્યારે પાર્ટીમાં અન્ય નેતાઓ પણ રાજીનામું આંતરીક કલેહના કારણે આપે તેવું પણ બની શકે છે. લગભગ 10 જિલ્લાના પ્રમુખ બદલ્યા છે ત્યારે આ પ્રકારે સામેથી રાજીનામું પડતા અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને તેમના જ ગઢ એવા ડાંગ જિલ્લામાંથી ઝટકો લાગ્યો છે. BJP પાર્ટીના દિગ્ગજ અને મહેનતુ નેતા દશરથ પવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પવાર ડાંગ જિલ્લાના પ્રમુખની જવાબદારી સંભાળતા હતા. પવારે રાજીનામું સીઆર પાટીલને સોંપી દીધું છે. પવારના રાજીનામાના કારણે દક્ષિણ ગુજરાતના રાજકારણમાં અચાનક ગરમાવો આવી ગયો છે.
સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે વિવાદ હોવાનું અનુમાન
ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે તેમના લેટરહેડ પર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સંબોધીને પત્ર લખીને તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે હું ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ પદેથી રાજીનામું આપી રહ્યો છું. હું તેનો સ્વીકાર કરવા વિનંતી કરું છું. આ લેટરપેડની નીચે દશરથ પવારે સહી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પવારે પાર્ટીમાં આંતરિક ખેંચતાણને પગલે રાજીનામું આપ્યું હોવાની પણ ચર્ચા છે. જિલ્લામાં લાંબા સમયથી પક્ષ સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોવાનું પણ અનુમાન છે. પક્ષ સંગઠનમાં આંતરિક ખેંચતાણ બાદ રાજીનામું આપનાર ડાંગના પ્રથમ જિલ્લા પ્રમુખ છે.
લોકસભા માટે રણનિતી ઘડાઈ રહી છે તેવામાં રાજીનામું
દશરથ પવારે એવા સમયે રાજીનામું આપ્યું છે જ્યારે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે. વિધાનસભા ચૂંટણી બાદ તેમણે લગભગ 10 જિલ્લાના પ્રમુખ બદલ્યા છે. એવી પણ ચર્ચા છે કે આગામી દિવસોમાં વધુ કેટલાક શહેરો અને જિલ્લાઓના પ્રમુખો બદલવામાં આવશે. પવારના રાજીનામા પાછળ મતભેદો હોવાનું કહેવાય છે. એવી પણ ચર્ચા છે કે પક્ષના સંગઠનમાં આંતરિક ખેંચતાણના કારણે કાર્યકરોમાં ચાલતી ચર્ચા મુજબ આગામી દિવસોમાં વધુ હોદ્દેદારો સંગઠનના હોદ્દા પરથી રાજીનામું આપી શકે છે.