જો તમે લોન ઉપર કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી માટે એક બેસ્ટ ઓફર શરૂ થઇ છે જેમા તમને સ્માર્ટ ફાઇનાન્સની સુવિધા મળશે. મારુતિ સુઝુકી કંપનીએ કાર ખરીદવા માટે સ્માર્ટ ફાઇનાન્સ સુવિધા શરૂ કરી છે. મારુતુ સુઝુકી સ્માર્ટ ફાઇનાન્સ હવે અરેના અને નેક્સા બંનેના જ ગ્રાહકોની માટે ઉપલબ્ધ છે. આ સુવિધા સમગ્ર દેશમાં ઉપલબ્ધ થશે.
મારુતુ સુઝુકીની આ સુવિધા હેઠળ ગ્રાહકોને કાર ફાઇનાન્સમાં મદદ મળશે અને સે જ રિયલ ટાઇમ લોન સ્ટેટસ ટ્રેકિંગનો વિકલ્પ પણ મળે છે. તેની શરૂઆત તો આમ તો ડિસેમ્બર 2020માં થઇ ગઇ હતી, પરંતુ ત્યારે તેને માત્ર કેટલાક શહેરોમાંજ લોન્ચ કરાઇ હતી. આ સુવિધા કાર ખરીદાર ગ્રાહકો માટે એક વનસ્ટોપ ઓનલાઇન ફાઇનાન્સ પોર્ટલ છે. જેના તમામ વિકલ્પોની મદદથી ગ્રાહકો પોતાના કાર ખરીદવાના અનુભવને બેસ્ટ કરી શકશે.
કંપનીએ કહ્યુ કે, આ સુવિધાને કેટલાક શહેરોમાં પાયલોટ પ્રોજેક્ટ જેમ શરૂ કરાયો અને ગ્રાહકો તરફથી શાનદાર રિસ્પોન્સ મળ્યો છે. 25 લાખથી વધારે લોકોએ મારુતિ સુઝુકી સ્માર્ટ ફાઇનાન્સ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે. મારુતિ સુઝુકીની સુવિધા માટે 14 ફાઇનાન્સર્સથી ટાઇઅપ કર્યુ છે. આ બેન્કોમાં એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, યસ બેન્ક, એક્સિસ બેન્ક, એસબીઆઇ, ઇન્ડ્સઇન્ડ બેન્ક, બેન્ક ઓફ બરોડા, કરુર વૈસ્ય બન્ક, ચોલામંડલમ્ ફાઇનાન્સ, એયુ ફાઇનાન્સિયલ સર્વિસ સામેલ છે.