બર્લિન :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બર્લિનમાં પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી થોડો સમય નીકાળી બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા સાથે મુલાકાત કરી હતી નરેન્દ્રભાઈ સાથે મુલાકાત કર્યા બાદ પ્રિયંકા ગદગદિત થઇ હતી બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા પણ અત્યારે બર્લીનમાં છે.મોદી સાથે મુલાકાત કરવાની ખુશી વ્યક્ત કરતા પ્રિયંકાએ તેના ટ્વીટર પર નરેન્દ્ર મોદી સાથે પોતાનો ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટામાં મોદી અને પ્રિયંકા વાત કરતા નજર આવી રહ્યા છે.
પ્રિયંકાએ કહ્યું છે કે પરદેશમાં પોતાના લોકો સાથે મુલાકાત કરવાની ખુશી કંઇક ખાસ હોય છે અને આ ફોટાથી તેસાબિત થાય છે. પ્રિયંકા ચોપડાએ આ મુલાકાત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. પીએમ મોદીની સાથે પોતાનો ફોટો શેર કરતા પ્રિયંકાએ કેપ્શનમાં પોતાના દિલની વાત રાખતા લખ્યું કે, વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં આજે સવારે મારી સાથે મુલાકાત કરવા માટે તમારો આભાર મોદી સર. આ સંયોગની વાત છે કે, આપણે બંને એક સમયે બર્લિનમાં છીએ. નરેન્દ્ર મોદી સર તમારો ખૂબ ખૂબ આભાર.