અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા
સાંજના અરસા માં લગભગ 8:15 સુધીના અરસામાં નોંધાયેલો આંચકો અમદાવાદ સહિત રાજકોટ, મોરબી ,સુરેન્દ્રનગર, પાટણ,વલસાડ અને કચ્છમાં આંચકો અનુભવાયો હતો આંચકા ની તીવ્રતા રિટર સ્કેલ ઉપર 5:3 હોવાનું જાણવા મળ્યું છે આંચકો 4 સેકન્ડ સુધી લોકો ને આંચકા નોઅનુભવ થયો હતો. ભૂકંપ ના આંચકા નું કેન્દ્ર બિંદુ ભચાઉ નજીક હોવાનું સામે આવ્યુ છે. છેલ્લે 2001 બાદ આ સૌથી મોટો આંચકો હોવાનું જાણવા મળ્યું છે.જોકે, આ ભૂકંપના આંચકા થી કોઈ જગ્યાએ જાનહાની ના અહેવાલ નથી પરંતુ લોકો ગભરાટ ને લઈ ઘરની બહાર દોડી આવ્યા હતા.