તા. ર૪ : મેઘરાજાની પ્રિ-મોન્સુન એન્ટ્રી બાદ જાણે સિઝનની શરૂઆત પણ ધમાકેદાર જ કરવી હોય તેમ રાજયના છેવાડાના વલસાડ જીલ્લામાં જોરદાર એન્ટ્રી મારી છે.
વલસાડ અને ડાંગ જીલ્લામાં આજે સવારથી જ કાળા ડિબાંગ વાદળોની ફોજ ધસી આવી હતી અને ગણતરીના સમયમાં જ વાદળોના ગડગડાટ અને વાજળીના કડાકા-ભડાકા વ/ચ્ચે અનરાધાર વરસાદ શરૂ થયો છે.
ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર આજે સવારે ૭ વાગ્યાથી બપોરના ૧ર વાગ્યા સુધીમાં વલસાડ જીલ્લામાં નોંધાયેલા વરસાદના આંકડાને જોઇએ તો વલસાડ તાલુકામાં ૮૧ મીમી, પારડી ૩૯ મીમી, ઉમરગામ ૭ મીમી, ધરમપુર ૩૬ મીમી અને કપરાડામાં ૯૭ મીમી વરસાદ નોંધાયેલ છે. જયારે વાપીમાં સવારથી બિહામણુ વાતાવરણ સર્જાયું હતું.
પરંતુ વરસાદ શરૂ થયો ૧૦ વાગ્યાથી સવારના ૧૦ વાગ્યાથી બપોરના ૧ર વાગ્યા સુધીમાં એટલે કે માત્ર ર કલાકમાં સાંબેલાધાર પ ઇંચ વરસાદ તૂટી પડતા સિઝનના પ્રારંભમાં જ અફડાતફડી મચી જવા પામી છે. જીઆઇડીસીથી ટાઉન તરફ જવા બનેલા નવા રેલ્વે ગરનાળામાં પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ થઇ જવા પામ્યો છે.
જીઆઇડીસી સહિતના અનેક વિસતારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. કેટાલય દુકાનોમાં પાણી ફરી વળવાના બનાવો પણ નોંધાયા છે. જોકે આ લખાઇ રહ્યું છે ત્યારે એટલે કે બપોરે ૧ કલાકે વ્યાપીમાં તો મેઘરાજા હળવા થયાનું જણાય છે, પરંતુ હજુ પણ વાતાવરણની એજ પોઝીશન છે.
જયારે ડાંગ જીલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં નોંધાયેલ વરસાદના આંકડાને જોઇએ તો આહવા ૧૦૮ મીમી વધઇ ૬૪ મીમી અને સાપુતારા ૩ર મીમી વરસાદ નોંધાયેલ છે.
જોકે આજે સવારથી અત્યાર સુધી દ.ગુજરાત પંથકમાં વલસાડ અને ડાંગ જીલ્લાને બાદ કરીએ તો સુરતઅનવસારી અને તાપી સહિતના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજાની ગેરહાજરી આંખે ઉડીને વળગી છે.