વલસાડ ના તિથલ રોડ જેવા પોષ વિસ્તાર માં ડી.ડી.ઓ બંગલા સામે આવેલ ગાંડા લાલ સ્કૂલ નજીક રસ્તા ની સાઈડ પર એક મહિલા ભિખારી નું મોત નિપજતા જાણે આજના આધુનિક યુગ માં પબ્લિક ને કાઈ પડી ન હોય તેમ નાક દબાવી લાશ જોઈ ત્યાંથી પસાર થઈ રહ્યા છે છતાં કોઈ પણ નાગરિકે આ મહિલા મૃતક ની જાણ અંગે પોલીસ માં ના કરી સતત 3 કલાક થી આ મહિલા ની લાશ નજીક જાનવરો જેમાં કૂતરા સુધી ને જઈ રહ્યા છે, જે કેમેરામાં કેદ થાય પરંતુ કોઈ વ્યક્તિ ને આ અંગે કોઈ પડી ન હોય તેમ પ્રતિક થઈ રહ્યું છે ત્યારે અમારા પ્રતિનિધિ એ વલસાડ પોલીસ તથા નગરપાલિકા ને ફોન દ્વારા જાણ કરતા પોલીસ અને પાલિકાના અધિકારીઓ આવ્યા .