રાજ્ય માં દારૂબંધી ના કડક કાયદા રાજ્ય સરકાર દ્વારા બનાવતા બુલેગરો દ્વારા હવે અવનવી રીતે દારૂ ની હેરફેર કરવામાં આવી રહી છે અને દમણી બનાવટ ના દારૂ ની જગ્યાએ હવે બુટલેગરો બીજા રાજ્ય ના દારૂ ની હેરફેર તરફ ફર્યા છે.
ગુજરાત રાજ્ય ના છેવાડે આવેલ વલસાડ જિલ્લો બુટલેગરો દ્વારા દારૂ ની હેરફેર માટે આ જિલ્લો હંમેશા શુકનયાળ નીવડ્યો છે પરંતુ થોડા સમય પેહલા રાજ્ય સરકાર દ્વારા દારૂબંધી ના કાયદા માં ફેરફાર કરી આ કાયદા ને વધુ કડક બનાવામાં આવ્યા હતા જેને કારણે વલસાડ નજીક આવેલ 2 સંઘપ્રદેશો દમણ અને સેલવાસ ના વોન્ટેડ બુટલેગરો ને ગુજરાત પોલીસ દ્વારા પકડવામાં આવતા હવે બુટલેગરો દ્વારા દમણી બનાવટ ના દારૂ ને છોડી બીજા રાજ્ય ના બનાવટ ના દારૂ ની હેરફેર તરફ વળ્યાં છે વલસાડ ના સરોણ ગામ પાસે થી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા હાઈ-વે પર થી એક કન્ટેનર પકડવામાં આવ્યું હતું જેમાં 900 પેટી જેટલો દારૂ નો જથ્થો પકડવામાં આવ્યો હતો આ દારૂ પંજાબ રાજ્ય નો હોવાનું બહાર આવ્યું હતું પંજાબ થી દિલ્હી અને ઉત્તર પ્રદેશ અને ત્યારબાદ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર થી ગુજરાત માં વલસાડ જિલ્લા થઇ ને બરોડા જય રહયો હતો આ દારૂ જેને સ્ટેટ મોનીટરીંગ ની ટીમે વલસાડ નજીક થી ઝડપી પાડ્યો હતો બુટલેગરો ની આ હતી મોડેસ ઓપરેન્ડી આ દારૂ ની હેરફેર માટે ડાક પાર્સલ ની આડ માં ઘૂસાડાતો હોવાનું બહાર આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી આ દારૂ સુરત ,વડોદરા ના મોટા ગજાના બુટલેગરો દ્વારા મંગાવ્યો હોવાનું પોલીસ તાપસ માં ખુલી શકે છે હાલ પોલીસ એ 53 લાખ નો દારૂ નો જથ્થો અને અને કન્ટેનર મળી કુલ્લે 75 લાખ થી વધુ નો મુદ્દા જપ્ત કર્યો છે અને એક આરોપી ની ધરપકદ કરી છે હવે જોવું એ રહ્યું કે પોલીસ ની તપાસ માં સુ બહાર આવશે .