વિડીયો : પોલીસ ની બળબળતા ચોર ને ઘસડી ને પોલીસ મથક માં છોડી આવ્યા
તિથલ ગામે ચોરી કરવા આવેલ 4ચોર પૈકી એક ચોર પકડતા ગામજનો એ પોલીસ ના હવાલે કર્યો
જ્યારે ચોર આખા શરીરે લોહી લોહન હાલત અર્ધમરો હાલત માં હોય તો પેહલા સારવાર આપવી કે પછી કચરા ની જેમ પોલીસ મથક માં ફેંકી દેવું❓
વલસાડ એસ પી સાહેબ જરા આ તરફ ધ્યાન આપે.
પોલીસ નાઈટ પેટ્રોલીગ પર ઉઠતા સવાલ.
વલસાડ તિથલ ગામ ની અંદર છેલ્લા ઘણા સમય થી ઘરફોડ ચોરી ના બનાવો બનતા ગામજનો એ ગામપંચાયત માં મિટિંગ કરી ગામના જાગૃત યુવાનો દ્વારા અર્ધી રાતે ગામના મુખ્ય માર્ગો પર વૉચ રાખવા માં આવતું હતું કરણ કે વલસાડ પોલીસ નાઈટ પેટ્રોલિંગ કરતી ન હોય જેથી ગામના યુવાનો ભેગા મળી આજરોજ મોડી રાત્રે 4 ચોરો ગામની રેકી કરી એક બાંગ્લા માં ચોરી કરવા પ્રવેશ કરતા ગામના યુવાનો એ એક ચોરને પકડી પડતા બાકીના 3જેટલા ચોરો ભાગી છૂટીયા હતા જ્યાં ગામના લોકો એ પકડાયેલ ચોર ના હાથ-પગ બાંધી બરોબર મેથી પાક ચખાડ્યો હતો, ઘટના ના એક કલાક બાદ વલસાડ પોલીસ ઘટના સ્થળ પર જઈ પકડાયેલ ચોર ને પોલીસ મથક માં બને હાથ ઘસડી પોલીસ મથક માં લઇ ગયા હતા બાદમાં આ ચોર ની હાલત ખરાબ થતા તેને 108 મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલ માં ખસેડિયો હતો, જ્યાં પોલીસ આગળ ની તાપસ હાથ ધરી છે.