વલસાડ જીલ્લાના ભિલાડમાં સરીગામે પુરની સ્થિતિ સર્જાઈ છે. દારૂઠા ખાડીનું પાણી ગામમાં ઘુસી જતા 15 લોકો ઘરમાં પસાયા હતા. ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથધરી તમામ લોકોને હાલ બચાવી લીધા છે.
મળતી માહિતી મુજબ, વલસાડના સરીગામમાં ખાડીનું પાણી ભરાઈ જતા 15 લોકો ફસાઈ ગયા હતા, જેમને ફાયર વિભાગે રેસક્યુ કરી બચાવી લીધા ચે. આ ઘટના GHCL કંપની નજીક બની હતી. હાલમાં 25થી વધુ પશુઓને પુરમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
વલસાડ જિલ્લાના સરીગામે ફાયરવિભાગનું રેસ્ક્યુ ઓપરેશન
દારૂઠા ખાડીમાં પૂરના પરિસ્થિતિ સર્જાઈ
ઘરમાં ખાડીના પાણી ભરાઈ જતા 15 લોકો ફસાયા હતા
ફાયરવિભાગનું રેસ્ક્યુ હાથ ધરી તમામને બચાવ્યા
GHCL કંપની નજીક બે ઘરમાં પાણી ભરાતા લોકો ફસાયા હતા
25 થી વધુ પશુઓને બહાર કાઢવા કામગીરી હાથ ધરાઈ
વલસાડમાં 8 ઇંચ વરસાદ વરસી ગયો છે. વાત 24 કલાકની કરીએ તો જિલ્લામાં સરેરાશ 17 ઇંચ વરસાદ વરસી ગયો છે. જયારે પારડીમાં 7 ઇંચ, ઉમરગામમાં 6 ઇંચ, ધરમપુરમાં 2 અને કપરાડામાં 5 ઇંચ વરસાદ વરસી ગયો છે.