સત્ય ન્યુઝ ઃ-
વલસાડ યુવા સ્પોર્ટસ ગૃપ દ્રારા ગૌશાળા ના લાભાર્થે બી.ડી.સી.એ ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ વલસાડ ના ધારાસભ્ય ભરતભાઇ પટેલ અને નાગરપાલીકા પ્રમુખ સોનલબેન સોલંકી(જૈન) ્સ હસ્તે કરવામાં અવ્યો હતો.આ પ્રસંગે ગૌ માતા ની પુજા કરી આ ટુર્નામેન્ટ ને શરૂ કરવામાં આવી હતી.
સ્વર્ગીય જગદીશભાઇ ડી. દેસાઇ અને આનંતર તાલુકા (વિધાનસભા મત વિસ્તાર) ક્રિકેટ ટુર્નામેન્ટ તથા વલસાડ યુવા સ્પોર્ટસ ગૃપ દ્રારા રમાડનાર આ ટુર્નામેન્ટ નો મુખ્ય હેતુ, આ ટુર્નામેન્ટ માંથી જે રકમ એર્કા થશે તે
ને ગૌશાળા લાભ અર્થે આપવામાં આવશે. અને આ ટુર્નામેન્ટ માં વલસાડ જીલ્લા સહિત સુરત, તાપી, નવસારી, વિસ્તાર ના ચુટાયેલા ધારાસભ્યો ની ટીમ તેમજ સંપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ વિસ્તાર મળી આશરે ૧૭ જેટલી ટીમો એ ભાગ લીધો છે. જેમાં વિજેતા ટીમને ૧ લાખ અને રનર્સપ ટીમ ને ૫૧ હજાર ઇનામ આપવામાં આવશે.