અમદાવાદ તા. ૨૮ : ગુજરાતના વાહનવ્યવહાર વિભાગે વાહનોમાં હાઇ સિકયોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ (HSRP) ડિલરશીપ શોરૂમમાં લગાવી આપવાના ભાવ નક્કી કરી આપ્યા છે. તેના અંતર્ગત ફોર વ્હિલર માટે રૂ.૧૫૦ અને ટુ-વ્હિલર માટે રૂ.૮૯ ભાવ નક્કી કર્યા છે. આ સાથે જ વિભાગે રાજયના બધા જ વાહનોની નંબર પ્લેટ બદલવા માટે આગામી સપ્ટેમ્બરના અંત સુધીની સમય મર્યાદા નક્કી કરી છે. અગાઉ એચએસઆરપી વિનાના વાહન ચાલકોને રૂ. ૧૦૦થી રૂ. ૫૦૦ સુધીનો દંડ કરવાની રાજય સરકારે તાકીદ કરી હતી
ગુજરાતના વાહનવ્યવહાર વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી એ અગ્રણી મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે સરકારે HSRP નંબર પ્લેટ નાખી આપતી એજન્સીએ રાજયના ૧૦૦૦ જેટલા ડીલર્સના શોરૂમ પર આ પ્રકારની ફેસેલિટી શરૂ કરવા માટે જણાવ્યું છે. તેમજ રાજય સરકારે ડીલર્સને પણ આદેશ કર્યા છે કે નવા વાહનોમાં સિકયોરિટી નંબર પ્લેટ વગર તેઓ વેચી શકશે નહીં. તેમજ આગામી સપ્ટેમ્બર સુધીમાં જૂના વાહનચાલકોએ પણ પોતાના વાહનમાં HSRP નંબર પ્લેટ નખાવી ફરજીયાત છે. આ સમય મર્યાદા બાદ ય્વ્બ્ જે વાહનો પાસે આ પ્રકારની નંબર પ્લેટ નહીં હોય તેની પાસેથી દંડ વસૂલવાનો શરૂ કરશે. જૂના વાહનચાલકો પાસેથી પણ ડીલર્સે સરકારે નક્કી કરેલા ભાવ જ લેવાના થશે. કેમ કે દરેક ડિલર્સ પાસે વેહિકલ રજિસ્ટ્રેસન ડેટાનો એકસેસ હશે.