હાઇરિસ્કની કેટેગરીમાં આવેલા 11 દેશોમાંથી 2700 જેટલા પ્રવાસીઓ અમદાવાદ આવ્યાં અચાનકજ કોરોના ટેસ્ટના સેમ્પલ લેવા માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે ભારત સરકારની વિદેશમાંથી આવતા પ્રવાસીઓ માટેના નવા નિયમોનો અમલ થયા બાદ અમદાવાદ એરપોર્ટ પર 25 હજાર જેટલા પ્રવાસીઓ વિદેશમાંથી આવ્યા છે ભારતમાં અને વિશ્વભરમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના શંકા વચ્ચે રાહત અને મોટી વાત એ સામે આવી છે કે માત્ર 9 પ્રવાસીઓ કે જેમના ટેસ્ટ એરપોર્ટ પર કરવામાં આવે છે તેઓ પોઝિટિવ મળી આવ્યા છે પહેલી ડિસેમ્બરથી અત્યાર સુધી એટલે કે 18 ડિસેમ્બર સુધી અમદાવાદ એરપોર્ટ પર વિવિધ દેશોમાંથી કુલ 25 હજાર જેટલા પ્રવાસીઓ આવ્યા છે.
જેમની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કોરોનાની નવી ગાઇડલાઇન પ્રમાણે તપાસ કરવામાં આવી રહી છે જે પૈકી માત્ર 9 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા છે બધા આવેલા પ્રવાસીઓ પૈકી 2700 જેટલા પ્રવાસીઓ 11 દેશો કે જે હાઇરિસ્કની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે તેવા દેશમાંથી અમદાવાદ એરપોર્ટ પર આવ્યા છે કેન્દ્ર સરકારે 12 જેટલા હાઇરિસ્ક દેશ એટલે કે જે દેશમાંથી આવતા પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ ફરજીયાત કર્યો હતો જોકે તેમાંથી સિંગાપોર દેશને હાઈ રિસ્કમાંથી બાકાત કરતા 11 દેશ હાઈ રિસ્ક છે જ્યારે આ સિવાયના દેશમાં આવતા પ્રવાસીઓ પૈકી અચાનકજ કોરોના ટેસ્ટના સેમ્પલ લેવા માટે ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત 11 દેશ સિવાયમાંથી આવેલા પ્રવાસીઓ પૈકી 2% ટકા પ્રવાસીઓ લેખે કુલ 257 પ્રવાસીઓના રેન્ડમલી લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે જે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.