ભારત સરકારના વિદેશી બાબતોના મંત્રાલય દ્વારા વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશનની કામગીરીનો શુભારંભ કરાયો છે. રજીસ્ટ્રેશનની આ કામગીરી વિવિધ દેશોમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓનો ડેટા-બેઝ સંકલિત કરવા તેમજ વર્તમાન જરૂરિયાત અનુસાર માર્ગદર્શન પુરૂં પાડવાના ઉદ્દેશથી કરવામાં આવી રહ્યું છે આ અંગેનું મોડ્યુલ ‘મદદ’ (MADAD) પોર્ટલ પર વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન માટે મૂકવામાં આવ્યું છે.
પોર્ટલ પર રજીસ્ટર થયેલા ભારતીય વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે માઇગ્રેશન તેમજ તેઓ જે અભ્યાસક્રમોમાં રજીસ્ટ્રેશન કરાવી રહ્યા હોય તેને લગતી વિવિધ પ્રક્રિયાઓ વિશે જરૂરી સહાયતા પુરી પાડવામાં આવશે તેમ કેન્દ્ર સરકારના વિદેશી બાબતોના મંત્રાલય દ્વારા જણાવાયું છે.