સાઉથ આફ્રિકાની સામે રાંચીમાં રમાઈ રહેલા સીરિઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ ખુબ જ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. ભારતે 497/9ના જવાબમાં સાઉથ આફ્રિકાની પહેલી પારીમાં 162 રનો પર ઓલ આઉટ કરી દીધું છે. ભારતીય ટીમને 335 રનોની લીડ મળી છે. જે બાદ કેપ્ટન કોહલીએ મહેમાન ટીમને ફોલોઓન આપવાનો નિર્ણય કર્યો છે. આ 8મો મોકો છે જ્યારે કોહલીએ વિપક્ષી ટીમને ફોલોઓન આપ્યું હોય.
કોહલી વિપક્ષી ટીમને સૌથી વધારે વખત ફોલોઓન આપનાર ભારતીય કેપ્ટન બની ગયો છે. તેણે મોહમ્મદ અઝહરુદ્દીનના ભારતીય રેકોર્ડ તોડ્યો, તેણે સાત વખત વિપક્ષી ટીમને ફોલોઓન આપ્યું હતું. કોહલીની કેપ્ટન તરીકે આ 51મી મેચ છે. તો અઝહરે 47 મેચોમાં ભારતીય ટીમનું કેપ્ટન પદ સંભાળ્યું હતું. મહેન્દ્રસિંહ ધોનીએ 60 મેચોમાં પાંચ વખચ અને સૌરવ ગાંગુલીએ 49 મેચોમાં 4 વખત ફોલોઓન આપ્યું હતું.