8
/ 100
SEO સ્કોર
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઠંડીમાં ઘટાડો થયો છે. તેમ છતા અમદાવાદમાં ગાઢ ધુમ્મસ ભર્યુ વાતાવરણ છવાયું છે. જેના કારણે વિઝીબિલીટીમાં ઘટાડો થયો છે. વાહનચાલકોને વાહન ચલાવવામાં ઘણી સમસ્યા સર્જાઈ હતી.ડિસેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં વાતાવરણમાં પલટો દેખાયો ઠંડી ઘટાડો થયો.આજે વહેલી સવારથી જ આખું શહેર જાણે ધુમ્મસની ચાદર ઓઢી લીધું હોય તેવા સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતાં શહેર જાણે આખું હિલ સ્ટેશનમાં ફેરવાઈ ગયું હતું ધુમ્મસિયા વાતાવરણનો અનુભવ થયો રસ્તા ઉપર ધુમ્મસ એટલા હતું કે દ્રશયતા પણ ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. વહેલી સવારે કામકાજ અર્થે નીકળતા વાહનચાલકોને પણ વિઝિબિલિટી ઓછી થતા વાહન ધીમેથી હાંકવાની જરૂર પડી હતી હિલ સ્ટેશનની માફક ચારે તરફ ધુમ્મસનો નજારો ખુબ જ અદભુત લાગતો હતો