શેરબજારમાં આજે રાહતનો દિવસ રહ્યો અને તે લીલા નિશાન પર બંધ થયો. સેન્સેક્સ 611 પોઈન્ટ વધીને 56,930ની સપાટીએ બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 16,955ના સ્તરને સ્પર્શ્યો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ICICI બેન્ક અને L&Tના શેરમાં આજે ટ્રેડિંગ દરમિયાન વધારો નોંધાયો હતો. સેન્સેક્સ 611 પોઈન્ટ અથવા 1.09 ટકાના ઉછાળા સાથે 56930 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 184 પોઈન્ટ વધીને 16,955 પર બંધ રહ્યો હતો.
બજાજ ફાઇનાન્સે સૌથી વધુ 3 ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો, ત્યારબાદ ભારતી એરટેલ, સન ફાર્મા અને SBIનો નંબર આવે છે. બીજી તરફ વિપ્રો, આઈટીસી અને નેસ્લે ઈન્ડિયાના શેરમાં ઘટાડો નોંધાયો હતો.
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે વૈશ્વિક બજારમાં સકારાત્મક રિબાઉન્ડ વચ્ચે સ્થાનિક બજાર વધી રહ્યું છે. રિબાઉન્ડ વ્યાપક હતું, જ્યારે મિડ અને સ્મોલ કેપ્સે આઉટપરફોર્મ કર્યું હતું.