મુંબઈ અને પશ્ચિમ બંગાળના બે વિદ્યાર્થીઓના મૃત્યુ બાદ, કેન્દ્ર સરકારે “ઘાતક રમત” (બ્લુ વ્હેલ ડેર) પર ભારતમાં તાત્કાલિક અસર સાથે પ્રતિબંધ મૂક્યો છે. સરકારે આ ખતરનાક રમતની લિંક્સને હટાવી દેવા માટે ગૂગલ, વોટ્સએપ, માઇક્રોસોફ્ટ, યાહૂ વગેરે સહિતના ટોચના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નોટિસ જારી કરી દીધી છે.
અહિ ઉલ્લેખનીય છે કે ‘બ્લુ વ્હેલ ચેલેન્જ અથવા બ્લુ વ્હેલ ડેર’ એ જીવલેણ રમત છે જે રમત રમવા માટે નાના બાળકો અથવા માનસિક રીતે નબળા બાળકોને આમંત્રિત કરે છે અથવા પ્રોત્સાહન આપે છે. આ રમત રમનારાઓને ભયંકર કાર્ય આપવામાં આવે છે અને બાળકોને હત્યા તથા ઇજાઓ સહિતના આત્યંતિક પગલાં લેવા અને આત્મહત્યા કરવા માટે ઉત્તેજિત કરે છે.