સોનાની કિંમત હાલ અતિશય વધી જતા દરેક વ્યક્તિ માટે તે ખરીદવુ શક્ય રહ્યુ છે. પરંતુ તમે સરકારની એક યોજના હેઠળ તમારી નાણાંકીય વ્યવસ્થા મુજબ સોનું ખરીદી શકો છે. હા, સરકાર સોમવાર, 17 મે ના રોજ નાણાકીય વર્ષ 2021 -22 માટે સોવરેન ગોલ્ડ બોન્ડ્સની પ્રથમ સીરીઝ રજૂ કરશે. આ સીરીઝના સોવરેન ગોલ્ડ બોન્ડની કિંમત પ્રતિ ગ્રામ દીઠ 4,777 હશે, જે બજાર કિંમત કરતા ઓછી છે.
સોવરેન ગોલ્ડ બોન્ડ સેકન્ડ સીરીઝનું સબ્સ્ક્રિપ્શન 24 મેથી 28 મે દરમિયાન ખુલશે. આ સમયગાળાના સબ્સ્ક્રાઇબર્સને 1 જૂને ગોલ્ડ બોન્ડ આપવામાં આવશે. આ પછી, ત્રીજી સીરીઝનું સબ્સ્ક્રિપ્શન 31 મેથી 4 જૂન સુધી, ચોથી સીરીઝ 12 જુલાઈથી 16 જુલાઈ સુધી ખુલશે. ત્રીજી સીરીઝની ઇશ્યુ તારીખ 8 જૂન છે, જ્યારે ચોથી સીરીઝ માટે બોન્ડ ઇશ્યૂની તારીખ 20 જુલાઈ છે.
4 કિલો સુધી ખરીદી કરી શકો છો
ભારતનો કોઈપણ નાગરિક આ સરકારી બોન્ડમાં 4 કિલો સુધી સોનાનું રોકાણ કરી શકે છે. આ રોકાણ બોન્ડ દ્વારા થશે. તેમાં તમને ફિઝિકલ ગોલ્ડ મળશે નહીં. તે જ સમયે, ટ્રસ્ટ અને અન્ય સંસ્થાઓની મહત્તમ ખરીદી મર્યાદા 20 કિલો રાખવામાં આવી છે.