આજના યુગ એટલે બધા તેને કળયુગ માને છે સમાજ શિક્ષિત બન્યો છે. આજના યુગ માં ભણતરનું પ્રમાણ વધ્યું છે છતાંય સમાજમાં દહેજના દૂષણને રોકી નથી શકાયું અમદાવાદ શહેરમાં દહેજના અનેક મામલાઓ પોલીસ ના ચોપડા ઓમાં ઘણા બધા નોંધતા હોય છે ત્યારે ફરીવાર દહેજના એક કિસ્સાએ પરીણિતાનું જીવન દુષ્કળ બનાવ્યું છે. શહેરના દરિયાપુરમાં રહેતી પરીણિતાને તેના પતિએ દહેજ નહીં લાવે તો અપંગ બનાવી દેવાની ધમકી આપી હતી. પરીણિતાએ પતિથી કંટાળીને દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મેળવેલ વિગતો પ્રમાણે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન 2017માં થયાં હતાં. લગ્ન બાદ યુવતી તેની સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્નના થોડા સમય સુધી તેને સારી રીતે રાખવામા આવી હતી પણ સમય જતા જ તું વાંઝણી છે એમ કહીને સાસરિયાઓ મહેણાં ટોણાં મારવા માંડયા હતાં. તે ઉપરાંત સાસરીયાઓનીવાતોમાં આવીને પતિ પણ તેની પત્નીને માર મારતો હતો. જો કે ઘરસંસાર ના બગડે તે માટે યુવતી ચુપચાપ સહન કરતી હતી.થોડા સમય બાદ તેના પતિએ દોઢ લાખ રૂપિયાની દહેજ પેટે માંગ કરી હતી. જો કે યુવતીએ દહેજ આપવાની ના પાડતાં પતિએ માર મારીને તને લંગડી બનાવી દઈશ એવી ધમકી આપી હતી. પતિના આકરા વલણથી કંટાળેલી પત્ની છેવટે તેના પિયરમાં રહેવા માટે આવી ગઈ હતી.પરિવાર ના સમજાવાથી યુવતી સાસરે જવા માટે તૈયાર થઈ ગઈ હતી. આ સમયે સાસરિયાઓએ યુવતીને રાખવાનીચોખ્ખી ના પાડી દીધી હતી.આ મામલે જેમ તેમ કરીને સમાધાન થયું અને ત્યાર બાદ સાસરિયાઓએ થોડો સમય સારી રીતે રહીને ફરીવાર યુવતીને કાઢી મુકી હતી. જેથી કંટાળેલી પત્નીએ તેના પતિ અને સાસરિયાઓ સામે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.