સુપ્રિમ કોર્ટે NEET અને JEE પરીક્ષા સ્થગિત રાખવાની માંગ ફગાવતા કહ્યુ કે આ વર્ષ બરબાદ નહી થવા દઇએ. જસ્ટિસ અરૂણ મિશ્રાએ આ નિર્ણય લીધો છે. સુપ્રિમ કોર્ટે કહ્યુ કે શુ દેશમાં બધુ રોકી દેવામાં આવે. એક કિમતી વર્ષ એમ જ બરબાદ થવા દઇએ. આ કેસમાં કોવિડ-19 ના સંક્રમંણના ચાલતા સપ્ટેમ્બરમાં લેવામાં આવેલ JEE Mains અને NEET UG પરીક્ષાઓને ન લેવાની માંગ ઉઠી હતી.
આ કેસની સુનવણી જસ્ટિલ અરૂણ મિશ્રાની આગેવાનીમાં રાખવામાં આવી હતી. જણાવી દઇએ કે JEE પરીક્ષા 1 સપ્ટેમેબર થી 6 સપ્ટેમેબર સુધીનુ આયોજન કરવામાં આવ્યુ છે. જ્યારે NEET પરીક્ષા 13 સપ્ટેમેબરે આયોજન કરવામાં આવશે. આ પરીક્ષાને રદ કરવાની માંગ 11 રાજ્યોના 11 વિદ્યાર્થીઓઓ પરીક્ષાને રોકવા માટે કોર્ટ સુધી પહોંચ્યા હતા.
